બોયફ્રેન્ડ વિકી જૈન સાથેના શાનદાર અને ગ્રેન્ડ લગ્ન બાદ અંકિતા લોખંડે સતત તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. તેના લેટેસ્ટ ફોટોઝ જોઈને અભિનેત્રી પરથી નજર હટાવવી મુશ્કેલ બની રહી છે. અંકિતા મરાઠી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના સોલો ફોટો સિવાય તેણે પતિ વિકી જૈન સાથેના પણ ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અંકિતા લીલી બંગડીઓ, બિંદી, નાકમાં નથ અને લાલ અને પીળી કોમ્બિનેશન સાડીમાં ચાહકોને ઘાયલ કરી રહી છે. કાન અને ગળામાં અંકિતાએ ભારે જ્વેલરી કેરી કરી છે અને આ સાથે વાળમાં તેણે ગજરો લગાવ્યો છે.
અંકિતા તેના પતિ વિકી સાથે અનેક પોઝ આપતી જોવા મળી રહી છે. અંકિતા અને વિકીએ 14 ડિસેમ્બરે ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેની મહેંદી, સંગીત, હલ્દીના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા. લગ્ન બાદ અંકિતાએ તેના ગૃહપ્રવેશનો વીડિયો શેર કર્યો હતો. અંકિતા વાદળી સાડીમાં સુંદર લાગી રહી હતી. તેણે તેના નવા ઘરમાં તેના પતિ સાથે તમામ ધાર્મિક વિધિઓ કરી. ચાહકોએ કપલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
અંકિતા લોખંડેએ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 7 ફેરા લઈને તેના સંબંધોને નવું નામ આપ્યું છે. લગ્નની તસવીરો બાદ અંકિતાએ કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તે મરાઠી મુલગી જેવી લાગી રહી છે. અંકિતાએ સંપૂર્ણપણે મરાઠી ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. અંકિતાએ મરાઠીમાં કેપ્શન લખ્યું, ‘મારી પાસે એટલી આવડત નથી, હું કોઈના મનમાં ઘર બનાવી લઈશ, પરંતુ તેને ભૂલી શકવું અશક્ય હશે, હું ઘણી અવિસ્મરણીય યાદો છોડી જઈશ.’
મરાઠી મુલગી બનેલી અંકિતાએ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ અલગ અને સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અંકિતાએ વધુ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અંકિતાનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. વિકી અને તેના પરિવારનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તસવીરોમાં મરાઠી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
અંકિતાએ આ તસવીરો દ્વારા પોતાની આવનારી ખુશીઓની વિગતો આપી છે. અંકિતા લોખંડે તેના પતિ વિકી સાથે ખૂબ જ ખુશ દેખાતી હતી. વિકીએ આ દરમિયાન બંધ ગળાનો કુર્તો અને પાયજામા પહેર્યો છે. ઓફ વ્હાઇટ કલરના કુર્તામાં વિકી ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તે અને અંકિતા કપલ ગોલ સેટ કરતા જોવા મળ્યા હતા.
અંકિતા લોખંડે અને વિકી જૈનની જોડી જોઈને ચાહકો માનવ અને અર્ચનાને મિસ કરી રહ્યાં છે. બંનેની તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. અંકિતાની લગ્ન પછીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. વિકી જૈનના પરિવારે તેમની નવી પુત્રવધૂ અંકિતાનું કુટુંબમાં સંપૂર્ણ મરાઠી રીતે સ્વાગત કર્યું હતુ. લગ્ન બાદ પવિત્ર રિશ્તા અભિનેત્રી ખૂબ જ ક્યૂટ મરાઠી લુકમાં જોવા મળી હતી.
અંકિતા અને વિકી જૈનની આ તસવીરોએ ચાહકોને અર્ચના અને માનવની યાદ અપાવી દીધી. અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન 14 ડિસેમ્બરે મુંબઈની એક પ્રખ્યાત હોટલમાં થયા હતા. તેમના લગ્નમાં ઘણી સુંદર ટેલિવિઝન અભિનેત્રીઓ અને તેમના મિત્રોએ હાજરી આપી હતી. બંનેએ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી અંકિતા ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંકિતાની હલ્દીધી લઈને લગ્ન અને મહેંદી સુધીની તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.