ટીવીનો સૌથી પોપ્યુલર અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”એ બધાના દિલમાં તેની એક અલગ જગ્યા બનાવી છે. આ શોના બધા જ પાત્ર તેમના એક અલગ અંદાજ માટે જાણિતા છે. પરંતુ શોનું એક એવું પાત્ર છે જેના અભિનય અને અંદાજે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
આ પાત્ર છે બધાના ચહિતા દયાભાભીનું… દયાભાભી છેલ્લા ઘણા વર્ષોથી આ શોથી દૂર છે. શોમાં તેમની વાપસીને લઇને પણ ઘણી ખબરો સામે આવી રહી છે. ત્યારે શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવનાર સુનૈના ફોજદારે આ વાત પર ચુપ્પી તોડી છે.
ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં છેલ્લા થોડા સમયથી કેટલાક રિપ્લેશમેન્ટ થયા છે, પરંતુ શોની ટીઆરપી પર કોઇ અસર પડી નથી.
અંજલિ ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મહેતાને સુનૈના ફોજદારે રિપ્લેસ કરી. ટપુ સેનાની સભ્ય અને આત્મારામની દીકરી સોનુની પણ નવી એન્ટ્રી થઇ.
હવે સુનૈના ફોજદારે દયાબેનની વાપસીને લઇને હકિકત જણાવી છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2017માં દિશા વાકાણીએ આ શોને પ્રેગ્નેંસીને કારણે છોડ્યો હતો. જો કે, મેટરનીટી લીવ બાદ તેઓ આ શોમાં પાછા આવવાના હતા પરંતુ આજ સુધી તેઓએ હજી વાપસી કરી નથી.
થોડા સમય પહેલા જ મેકર્સે વાપસીનેે લઇને વાત કરી હતી પરંતુ કોઇ સફળતા હાથ લાગી હોય તેવું નજરે પડ્યુ નહિ. હાલ પણ ચાહકો વચ્ચે દયાબેનની વાપસીનેે લઇને ચર્ચા થાય છે.
હાલમાં જ સુનૈના ફોજદારે દયાબેનના પાછા ફરવાની ખબરો પર મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, આ શો આપણા બધાનો છે. તે ફક્ત એક પાત્રનો નથી અને આ શોની વિશેષ વાત જ એ છે. જો કોઈ પાત્ર હજી પણ પ્રેક્ષકોમાં પ્રખ્યાત છે અને તેને પ્રેમ મળી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે શોનું પ્રદર્શન સારું થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે ટીમ તેનું 100 ટકા આપી રહી છે. આ માટે ફક્ત એક જ વ્યક્તિને ક્રેડિટ આપી શકાતી નથી, ત્યાં કોઈની લીડ નથી. બધા લોકોના પોતાના મનપસંદ પાત્રો હોય છે, જેના કારણે આ શો હજી પણ ચાલુ છે.
સુનૈના ફોજદારે દયાબેનના પરત ફરવા વિશે જણાવ્યું હતું કે અમે પણ આ બાબતે જાતે જાણવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે, અમારી સાથે હજી સુધી આવી કોઈ વાત કરવામાં આવી નથી.
અંજલિ ભાભીએ કહ્યું કે મને લાગે છે કે અસિત સર આનો જવાબ આપી શકશે, કારણ કે અમે પણ પોતે આ વાત જાણવાની ઇચ્છા રાખીએ છીએ. અમે પણ એકબીજાને આ વિશે પૂછતાં રહેતા હોઈએ છીએ. કોઈને કંઈ ખબર નથી.