બીભત્સ MMS પછી કાચા બદામ વાળી અંજલીએ બનાવ્યો એવો વીડિયો કે જોનારા ભડક્યા, કહ્યું; ‘આ નહીં સુધરે’
કાચા બદામ ગીતથી લોકોના દિલ જીતનારી અંજલિ અરોરા હાલ તો તેના ગીતો અને તેની રીલ્સથી વધારે MMS સ્કેંડલને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા સ્ટાર અને લોક-અપ ફેમ અંજલી અરોરા સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી લાઇમલાઇટમાં રહે છે. કંગના રનૌતના પોપ્યુલર શો લોકઅપમાંથી બહાર આવ્યા બાદ તે ચાહકો વચ્ચે વધારે ચર્ચામાં રહેવા લાગી છે. કેટલાક મહિના પહેલા તેનો કથિત MMS લીક થયો હતો અને ત્યારથી લઇને આજ સુધી તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે.
આ સિવાય તેને ઘણા સવાલોનો સામનો પણ કરવો પડ્યો છે. જો કે, અંજલીએ આ વીડિયોમાં હોવાની ના કહી દીધી હતી. ત્યારે હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. જેને કારણે ફરી તે ટ્રોલ થઇ રહી છે. અંજલી તેની અદાઓથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવવા માટે જાણિતી છે. વાયરલ વીડિયોમાં અંજલી વેનિટી વેનમાં પોઝ આપી રહી છે અને ગીત પર લિપસિંક કરી રહી છે.
વીડિયો વાયરલ થયાના તરત બાદ નેટિજન્સે અંજલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. કેટલાકે તો તેના કથિત લીક થયેલ MMS વિશે અભદ્ર કમેન્ટ પણ કરી. વાયરલ થયેલા આ વીડિયોમાં કાચા બદામ ગર્લને શૂટ માટે તૈયાર થતા જોઇ શકાય છે. અંજલીએ બ્લેક ફિટેડ ટોપ અને રિપ્ડ ડેનિમ પેન્ટ પહેરી મૂવ્સ બતાવ્યા. વીડિયોમાં જ્યારે અંજલી ગીત પર લિપસિંક કરી રહી હતી ત્યારે તેના એક્સપ્રેશન જોવાલાયક હતા. કેટલાક ચાહકો અંજલીની પ્રશંશા કરી રહ્યા છે,
તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે અને કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- આ નહિ સુધરે. તો બીજાએ લખ્યુ- આનો MMS લીક થયો હતો. જણાવી દઇએ કે, ટ્રોલર્સ ઘણીવાર કોઇ કારણોથી અંજલીને નિશાન પર લે છે. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તે ટ્રોલર્સ અને અભદ્ર કમેન્ટ્સને ઇગ્નોર કરે છે. જો કે, પહેલા તે ઘણી રડતી હતી અને એકવાર તો તેણે સોશિયલ મીડિયા છોડવાનું વિચારી લીધુ હતુ.
View this post on Instagram