બૉલીવુડ અભિનેત્રીઓને પણ પાણી ભરતી કરી દે તેવી છે સાઉથના આ કલાકારોની બૈરીઓ, તસવીરો જોઈને તમે પણ બની જશો ફેન.. જુઓ

આ સુપર ફેમસ સાઉથ એક્ટરની પત્નીઓ બોલિવૂડ હિરોઇનોને પાડી દે તેવી સુંદર છે, જોઈ ભલભલા ભાન ભુલી જાય!

બોલીવુડની ચમકદમક તો આપણે જોઈએ છીએ, ઘણા બધા સ્ટાર્સ છે જે લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને આપણે પણ સતત તેમની લાઈફ સ્ટાઇલ ફોલો કરીએ છીએ. બોલીવુડના સિતારાઓની જેમ સાઉથના કલાકારોનો પણ ભારતમાં દબદબો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી તો સાઉથની ફિલ્મો બોલીવુડની ફિલ્મોને પણ પછાડી રહી છે. બૉલીવુડ કલાકારોની પત્નીઓ હંમેશા લાઇમ લાઇટમાં રહે છે, પરંતુ સાઉથના કલાકારોની પત્ની વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને સાઉથના કેટલાક કલાકારોની પત્નીઓ વિશે જણાવીશું.

1. મહેશબાબુ:
સાઉથના સુપરસ્ટારમાં એક નામ મહેશબાબુનું પણ આવે છે. તેમની ફિલ્મો આવતા જ થિયેટરમાં ધૂમ મચી જતી હોય છે. મહેશબાબુની પત્ની પણ અભિનેત્રી છે. તેનું નામ નમ્રતા શિરોડકર છે. મહેશબાબુ અને નમ્રતાની મુલાકાત “વામસી” ફિલ્મના સેટ પર થઇ હતી અને બંને પ્રેમમાં પડ્યા. જેના બાદ આ કપલે 2005માં લગ્ન કરી લીધા.

2. નાગાર્જુન:
સાઉથના સુપરસ્ટાર અક્કીનેકી નાગાર્જુને આમ તો બે લગ્ન કર્યા છે પરંતુ હાલ તે તેમની પત્ની અમલા અક્કીનેકી સાથે રહે છે. અમલા અક્કીનેની એક ભારતીય ફિલ્મ અભિનેત્રી, ભરતનાટ્યમ નૃત્યાંગના અને પ્રાણી કલ્યાણ કાર્યકર્તા છે. તે તમિલ અને તેલુગુ સિનેમામાં તેમના કામ માટે લોકપ્રિય છે. તેણે કેટલીક કન્નડ, મલયાલમ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

3. રામચરણ:
સાઉથ અભિનેતા રામચરણનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. રામચરણની પત્નીનું નામ ઉપાસના કૉનીડેલા છે. આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. ઉપાસના દેખાવમાં બોલીવુડની અભિનેત્રીઓને પણ મ્હાત આપે તેવી છે. તે ફિલ્મી દુનિયા અને લાઇમ લાઈટથી પણ ખુબ જ દૂર રહે છે.

4. જુનિયર એનટીઆર:
સાઉથના વધુ એક સુપરસ્ટાર જુનિયર એનટીઆરની પત્ની પણ ખુબ જ સુંદર છે. તેનું નામ લક્ષ્મી પ્રનાથી છે. તે પણ લાઇમ લાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. જયારે જુનિયર એનટીઆરની ઓળખ ફિલ્મ “RRR” બાદ તો આખી દુનિયામાં થઇ ચુકી છે.

5. અલ્લુ અર્જુન:
પુષ્પા ફિલ્મમાં પોતાના ધાંસુ અંદાજથી આખા દેશમાં પોતાના અભિનયનો જાદુ ચલાવનારા સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પત્ની પણ કોઈ બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી. અલ્લુ અર્જુને સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. અલ્લુ અમેરિકામાં એક મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયો હતો. એ લગ્નમાં સ્નેહા પણ હાજર હતી. અર્જુનના મિત્રએ તેને સ્નેહા સાથે પરિચય કરાવ્યો. પછી શું હતું, અલ્લુ પહેલી નજરે જ પોતાનું દિલ હારી બેઠો હતો.

Niraj Patel