ગુસ્સે ભરાયેલા સાંઢથી પોતાનો જીવ બચાવવા માટે આ ભાઈ ચઢી ગયો એજ થાંભલા પર જેના સાથે ખૂંટિયાને બાંધ્યો હતો, જુઓ પછી શું થયું એ વીડિયોમાં

રસ્તે જતો ખુંટીયો અચાનક ભડકી ગયો, લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા, એક વ્યક્તિ તો લાઈટના થાંભલા પર ચઢી ગયો અને પછી… જુઓ

angry ox attack on man video : સોશિયલ મીડિયા (social media) ની અંદર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ (viral video) થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે હેરાન રહી જઈએ તો કેટલીક ઘટનાઓ પેટ પકડીને હસાવતી પણ હોય છે.  ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે.

ઘણી વખત સોશિયલ મીડિયા પર આવા વીડિયો સામે આવે છે, જેને જોઈને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વિડીયો લોકોને ચોંકાવી રહ્યો છે, જેમાં એક ખુંટીયો માણસને દોડાવતો (Ox Attack Video) જોવા મળી રહ્યો છે. યૂઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

વીડિયોમાં આખલો હંગામો મચાવતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ચાલતો આખલો અચાનક ભડકી ગયો. આ દરમિયાન ગુસ્સાથી લાલ આખલો અહીં-ત્યાં દોડવા લાગે છે, જેના કારણે એક વ્યક્તિ પોતાનો જીવ બચાવીને પણ દોડતો જોવા મળે છે. આગળ વીડિયોમાં બળદ વ્યક્તિની પાછળ પડતો જોવા મળે છે. બળદથી બચવા માટે વ્યક્તિ ઇલેક્ટ્રિક પોલ પર ચઢી જાય છે. આ દરમિયાન બળદ બીજી તરફ દોડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Kutty Kalaivanan (@kuttykalaivanan)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર kuttykalaivanan નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે 3 માર્ચે શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 84 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel