કૌશલ બારડ ખબર લેખકની કલમે

અને ટ્રેક્ટરવાળાની 59,000માં અડી ગઈ! વાંચો નવા કાયદાને લઈને ઝપટે ચડી ગયેલી હસ્તીઓની વાત

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ દેશભરમાં મોટર વ્હીકલ (સુધારા) બીલ – ૨૦૧૯નો અમલ શરૂ થઈ ગયો છે. અનેક નવા સુધારા સાથે બનનાર આ કાયદાએ રોડ સેફ્ટી અને ડ્રાઇવીંગના નિયમોને એકદમ કડક બનાવી દીધા છે.

હજુ માંડ બે-ચાર દિવસથી આ કાયદાનો અમલ થવા માંડ્યો છે એટલા વખતમાં દેશમાંથી ઘણાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવવા માંડ્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે પહેલા જે દંડ લેવામાં આવતો તે નવા કાયદામાં વધારી દેવામાં આવ્યો છે.

Image Source

બિલનો અમલ શરૂ થયાને હજુ અઠવાડિયું પણ નથી થયું અને દંડની એવી રકમો સામે આવી રહી છે, જે કાયદાની સતર્કતાને ઉજાગર કરે છે. દિલ્હીના એક સ્કૂટર ચાલકને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને ૨૩,૦૦૦ રૂપિયાનો મેમો ફાટ્યો! તેની જૂની સ્કૂટીની કિંમત માંડ ૧૫,૦૦૦ જેટલી હતી! તો બીજી બાજુ એક ઓટોરિક્ષાવાળાને નિયમોનું ઉલ્લંઘન ૩૨,૦૦૦માં પડ્યું!

એક ત્રીજો કિસ્સો હરિયાણાના ગુરૂગ્રામમાંથી સામે આવ્યો છે:

વાત જાણે એમ બની, કે મંગળવારની રાત્રે અર્થાત્ કાયદાનો અમલ શરૂ થયાના ત્રીજા દિવસે હરિયાણા પોલિસે એક ટ્રેક્ટરચાલકને ઝાલ્યો. ટ્રેક્ટરના ગાડામાં ઓવરલોડેડ માલ ભરેલો હતો. ટ્રેક્ટરવાળાનો મેમો ફાટ્યો. કેટલાંનો? ૫૯,૦૦૦ હજારનો! હા, રીતસરની પનોતી બેસી ગઈ એમ કહો તો પણ ચાલે!

Image Source

કઈ રીતે આટલો દંડ આવ્યો? નવા કાયદામાં થયેયી જોગવાઈઓ અનુસાર એનો જવાબ પણ જાણી લો:

ટ્રાફિક પોલિસના હાથમાં આવતા પહેલા આ ચાલકે એક કાંડ પણ કરી નાખેલું: રેડ સિગ્નલ ઠેકાડવાના ચક્કરમાં એક બાઇકસવારને અડાડી દીધેલ! પોલિસે દસ્તાવેજો માંગ્યા પણ ચાલક પાસે હતા નહી.

પછી ટ્રાફિક પોલિસે નીચેના ગુનાઓનો સમન્વય કરીને મેમો ફાડ્યો:

લાઇસન્સ, આરસી અને ફિટનેસ પ્રમાણપત્ર વગર ડ્રાઇવીંગ કરવા બાબતે દંડ લાગ્યો. ખતરનાક રીતે વાહન હંકારવવા બાબતે, ટ્રાફિક સિગ્નલોનું ઉલ્લંઘન કરવા બાબતે, ઓવલોડ સામાન ભરવા બાબતે પણ મેમો ફાટ્યો. આ બધું થયું અને સરવૈયું નીકળ્યું તો ડ્રાઇવર રામગોપાલ ૫૯,૦૦૦ હજારના દેવામાં ડૂબી ગયો!

Image Source

જો કે, બાદમાં રામગોપાલે બીજે દિવસે બપોર સુધીમાં અમુક પ્રમાણપત્રો રજૂ કરી દીધાં અને પરિણામે દંડમાં ઘટાડો થયો. એ પછી તેને ૧૩,૦૦૦ જેટલી રકમ ભરવાની થઈ.

આ બાબત પરથી શીખ એ લઈ શકાય કે, જો હવે આ કાયદાની ઝપટમાં ચડી ગયા તો એકાદી સ્થાવર મિલ્કત વેચવાની તૈયારીમાં જ રહેવું! ખેર, મજાકની વાત છે પણ ખરેખર માર્ગ વાહન વ્યવહારના નિયમોનું આપણે જ અંદરની સમજદારીથી પાલન કરવું જોઈએ. ધૂળ જેવી પર્સનાલિટી દેખાડવાના શોખમાં હેલ્મેટ વગર નીકળતા અને પૂરપાટ ઝડપે બાઇક હંકારતા અમુક નબીરાઓ એ નથી સમજતા જો જરાક અમથી પણ ચૂક થઈ તો સીધો જમરાજા જ મેમો ફાડવા આવે છે, જ્યાં કોઈ માફી નથી!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks