ડીપ નેક, ખુલ્લું ખુલ્લું દેખાય એવા ડ્રેસમાં અનન્યા પાંડેનો બિંદાસ લુક, અભિનેત્રીએ કર્યો ગજબ મેકઓવર- લુક જોઇ ચાહકો થયા ફિદા

બોલિવૂડની યંગ અભિનેત્રી અનન્યા પાંડે અવારનવાર પોતાના ક્યૂટ અંદાજથી ચાહકોનું દિલ જીતી લે છે. અનન્યા પાંડે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને થોડા સમય પહેલા જ મુંબઈ પરત ફરી છે. હવે પાછા આવતાની સાથે જ અનન્યાએ વર્ષ 2022માં એવો અવતાર બતાવ્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. અનન્યાએ ટ્રાસપરન્ટ બેકલે ડીપનેક ડ્રેસમાં ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. અનન્યા તેની ફિલ્મો સિવાય તેના અંગત જીવન અને ફોટો-વિડિયો માટે પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે.

અનન્યા પાંડેએ તેનો લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે મેકઓવર કરતી જોવા મળી રહી છે. નવા વર્ષમાં અનન્યાનો નવો લૂક નવા લૂકમાં સામે આવ્યો છે. અનન્યાનો નવો લૂક એકદમ અલગ છે અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુકને ફેન્સ સાથે શેર કરવા માટે અનન્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

અનન્યા પાંડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના નવા લૂક સાથે આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનન્યાએ બ્રાલેટ ટોપ પહેર્યું છે, જેની સાથે અભિનેત્રીએ હાઈ સ્લિટ પેન્સિલ સ્કર્ટ પહેર્યો છે. તેણે નવા હેર કટ કરાવ્યા છે અને હેર કલર પણ બદલ્યો છે, જેના કારણે તેનો આખો લુક બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અનન્યા પરફેક્ટ મેકઅપમાં ખરેખર ગ્લેમરસ લાગી રહી છે. ફોટામાં અનન્યાનું પરફેક્ટ કર્વી ફિગર દેખાઈ રહ્યું છે.

આ તસવીરો પોસ્ટ કરતા અનન્યાએ લખ્યું છે, ‘નવું વર્ષ, નવી હું’. અનન્યાની આ પોસ્ટને માત્ર એક કલાકમાં લગભગ ચાર લાખ લોકોએ લાઈક કરી છે. તસવીરો પર કોમેન્ટ કરીને ચાહકો અનન્યાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે, તેની નવી હેરસ્ટાઈલ અને ઓવરઓલ લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અનન્યા પાંડેનો આ નવો અવતાર તમને દિવાના બનાવી દેશે. સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ સિવાય અભિનેત્રી લિગર ફિલ્મમાં પણ જોવા મળશે. આમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા પણ હશે. અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે બોલીવુડમાં પગ મૂક્યો હશે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ તેની સ્ટાર ફેન ફોલોઈંગ જોવા મળી હતી. અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે સાથે તેના સ્ટાઇલિશ લુક માટે પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે.

Shah Jina