અનન્યા પાંડે એરપોર્ટ પર ક્લાસી લુકમાં થઇ સ્પોટ, કેટલાક યુઝર્સે લુક પર કરી દીધી ટ્રોલ

આ શું પહેરીને ખુલ્લેઆમ નીકળી પડી સ્ટ્રગલર ક્વિન અનન્યા પાંડે? શરમ આવી જાય એવી તસવીરો વાયરલ

અનન્યા પાંડે યુવાઓ વચ્ચે ઘણી મશહૂર છે. તે જયારે પણ પબ્લિક પ્લેસ પર હોય છે તો તેની તસવીરો વાયરલ થઇ જાય છે. હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર અનન્યાને સ્પોટ કરવામાં આવી હતી. જયાંથી તેની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. અનન્યા એરપોર્ટ પર સ્પોર્ટ્સ બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. આ દરમિયાન તે ઘણી ગોર્જિયસ લાગી રહી હતી.

અનન્યાના આ લુક પર ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ચાહકોને અનન્યાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો, બીજી બાજુ કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. અનન્યાના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે શોર્ટ્સ કેરી કર્યા હતા અને કોરોનાને ધ્યાને લઇને સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. આ ઉપરાંત તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ લુક સાથે અનન્યાએ વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા.

અનન્યાના આ લુક પર એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, તે કદાચ ભૂલી ગઇ છે કે આ જીમ નહિ એરપોર્ટ છે. એકે લખ્યુ કે, આ કપડામાં  ઘણી અસહજ લાગી રહી છે. એક અન્ય યુઝરે લખ્યુ કે, એકદમ ટીનેજર લાગી રહી છે. જણાવી દઇએ કે, અનન્યા માલદીવની શોર્ટ ટ્રીપ પર ગઇ હતી, ત્યાંથી તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી.

અનન્યા પાંડેએ ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા સાથે “સ્ટૂડેંટ ઓફ ધ યર 2″થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ડેબ્યુ ફિલ્મ બાદ તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે “પતિ પત્ની ઔર વો”માં જોવા મળી હતી. તે બાદ તે ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ “ખાલી પીલી”માં નજર આવી હતી.

અનન્યા પાંડે જલ્દી જ બોલિવુડના ડીવા દીપિકા પાદુકોણ સાથે અપકમિંગ ફિલ્મમાં સ્ક્રીન શેર કરતી જોવા મળશે. શકુન બત્રાની આ અપકમિંગ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળવાના છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન દીપિકા સાથે અનન્યાની ઘણી સારી બોન્ડિંગ થઇ ગઇ છે. જેની કેટલીક ઝલક પણ સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Shah Jina