અનંત અંબાણીની કરોડોની ઘડિયાળ કોઇ રઇસી નહિ પણ સમજી વિચારેલુ…વોચની રસપ્રદ માહિતી જાણીને તમે પણ ખુશ થઇ જશો
સોશિયલ મીડિયા હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ્સની પ્રી-વેડિંગ સેરેમનીના વીડિયોથી ભરાઈ ગયું છે. પરંતુ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનંત અંબાણી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની સાથએ જોવા મળે છે. જણાવી દઇએ કે, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પણ ગુજરાતના જામનગર પધાર્યા હતા. વનતારાની મુલાકાત દરમિયાન ઝુકરબર્ગની પત્નીએ અનંત અંબાણીની ઘડિયાળ જોઇ અને તે આ જોઇ ખૂબ જ ઉત્સાહિત થઈ ગઇ.
વીડિયોમાં ઝુકરબર્ગની પત્ની અનંત અંબાણીની ઘડિયાળ તરફ જુએ છે અને તેને જોતી જ રહી જાય છે. તેને આ ઘડિયાળ ખૂબ જ ગમે છે અને તે ઘડિયાળના વખાણ પણ કરે છે. હવે બધા એવું કહેશે કે એ તો અમીર છે એટલે કરોડોની ઘડિયાળ પહેરે પણ એવું નથી અનંત સિવાય દુનિયાના બીજા ઘણા અમીર લોકો, હોલીવુડ અને બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ છે જે મોંઘી ઘડિયાળો પહેરતા હોય છે. પણ એવું નથી કે તે અમીરી બતાવે છે પણ એ સમજી વિચારી કરેલુ ઇન્વેસ્ટમેન્ટ છે.
જ્યારે વિશ્વમાં મોટા ભાગના ઉત્પાદનોની કિંમતો સમય સાથે ઘટતી જાય છે, પણ ઘડિયાળો સાથે વિપરીત છે. લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી ઘડિયાળોના ભાવમાં અનેકગણો વધારો થાય છે. અનંતે તેના પ્રી વેડિંગ ફંક્શનમાં જે ઘડિયાળ પહેરી હતી તે Richard Mille નું Green Safair કલેક્શન હતુ. બજારમાં તેની કિંમતને લઇને જેટલા મોં એટલી વાતો સાંભળવા મળે છે. કોઇ તેની કિંમત 14 કરોડ તો કોઇ 40 કરોડ રૂપિયા જણાવે છે.
અનંત ઘણીવાર Patek Philippe કંપનીની Sky Moon Tourbillion અને Grand Master Chimes પહેરેલો પણ જોવા મળે છે. બંને ઘડિયાળોની કિંમત 50 કરોડ રૂપિયા ઉપર હોવાનું કહેવાય છે. એમ તો આટલી મોંઘી ઘડિયાળોની કિંમત કંઇ બહાર નથી આવતી, અને આનું સૌથી મોટું કારણ તેમને બનાવવાની પ્રક્રિયા છે. આવી ઘડિયાળો મર્યાદિત સંખ્યામાં જ બને છે અને તે પણ બહુ ઓછા લોકો માટે. સામાન્ય રીતે માત્ર એક જ પીસ બનાવવામાં આવે છે અને તે પણ ગ્રાહકના હિસાબે, એટલે કે કસ્ટમ મેડ.
ઘડિયાળમાં હીરા જડેલા હોય અથવા તો મોંઘા રત્નો હોય એ બધું અગાઉથી નક્કી કરવામાં આવે છે. જો એક કરતાં વધુ બનાવવામાં આવે તો પણ તેમની સંખ્યા બહુ મોટી નથી હોતી. આનું સૌથી મોટું ઉદાહરણ બીજી લક્ઝરી ઘડિયાળ કંપની રોલેક્સ છે. વાસ્તવમાં, આ કંપનીઓ ક્યારેય જાહેરમાં જણાવતી નથી કે તેઓએ એક વર્ષમાં કેટલી ઘડિયાળો બનાવી.
પરંતુ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 10 લાખનો વાર્ષિક આંકડો એટલે 10 લાખથી વધુ નહીં. આટલી નાની સંખ્યાનો અર્થ એ છે કે દુર્લભનું લેબલ. ગયા વર્ષે એટલે કે 2023માં અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં આનાથી સંબંધિત એક રસપ્રદ વાર્તા પ્રકાશિત થઈ હતી. આ મુજબ 2022માં જ્યારે 18 કેરેટ સોનાની ઘડિયાળ “John Mayer” નામની લોન્ચ કરવામાં આવી ત્યારે તેની કિંમત $52,000 એટલે કે 40 લાખ રૂપિયા હતી.
પરંતુ એક વર્ષમાં તેની કિંમત લગભગ બમણી થઈને $96,000 થઈ ગઈ. એ જ રીતે, Milgauss મોડલની એક ઘડિયાળ 8200 ડોલર (લગભગ 7 લાખ)થી વર્ષભરમાં વધીને 14,500 ડોલર થઈ ગઈ. કારણ કે તે મોડેલ હવે શોરૂમમાં ઉપલબ્ધ નથી. હવે તે ઘડિયાળનો જે માલિક છે તેની તો બલ્લે બલ્લે. તો જ્યારે પણ અનંત અંબાણીથી લઈને બિલ ગેટ્સ સુધી કોઈ પણ આટલી મોંઘી ઘડિયાળ પહેરીને જોવા મળે તો સમજવું કે તેઓ હોશિયાર છે. તેઓ પૈસા ખર્ચ કરી રહ્યા છે ખર્ચ કરવા માટે નહિ પણ પૈસા બનાવવા માટે.
Mark Zuckerberg & his wife Priscilla were surprised to see Anant Ambani’s watch. #AnantRadhikaWedding pic.twitter.com/GxLZGRiFH1
— Chetan (@Chetan_9191) March 4, 2024