વાયરલ થયું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શનનું કાર્ડ, અલગ અલગ પ્રસંગો માટે છે અલગ અલગ ડ્રેસ કોડ, જુઓ

ખુબ જ ધામધૂમથી થવાના છે રાધિકા અને અનંતના પ્રિ વેડિંગ ફંક્શન, અલગ અલગ પ્રસંગો માટે છે અલગ અલગ ડ્રેસ કોડ, જુઓ આમંત્રણ કાર્ડ

Anant And Radhika Pre Wedding Invitation Card  : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે ધૂમધામથી લગ્ન કરવા તૈયાર છે. જામનગરમાં દંપતીના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણી હસ્તીઓ તેમની હાજરીથી આ ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દેશે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના ઇન્વિટેશન કાર્ડનો ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં કયો પ્રસંગ ક્યારે છે તેનું વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે.

કાર્ડ આવ્યું સામે :

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન 1 થી 3જ માર્ચ દરમિયાન યોજાશે. તમામ ફંક્શન્સ શાહી શૈલીમાં શરૂ થશે, જેથી લાંબા સમય સુધી કોઈ તેને ભૂલી ન શકે. જામનગરમાં યોજાનારી પાર્ટીમાં બોલિવૂડ અને બિઝનેસ જગતની સાથે હોલીવુડની હસ્તીઓ પણ હાજરી આપશે. તૈયારીઓ વચ્ચે પ્રી-વેડિંગ ફંક્શનના ઇન્વિટેશન કાર્ડની એક ઝલક સામે આવી છે, જેને જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યું છે કે જ્યારે આ કાર્ડ આટલું શાનદાર હશે તો ફંક્શનમાં કેટલું મજેદાર હશે.

ખાસ હશે પ્રસંગો :

ફેન પેજ દ્વારા 8 પેજ લાંબા આમંત્રણ કાર્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્થળથી લઈને કાર્યક્રમ અને ડ્રેસ કોડ સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પ્રી-વેડિંગ 1 માર્ચે સાંજે 5.30 કલાકે કોકટેલ પાર્ટી સાથે શરૂ થશે. આ પછી 2 માર્ચે બે ઇવેન્ટ થશે. એક ઈવેન્ટનું નામ ‘અ વોક ઓન ધ વાઈલ્ડ સાઈડ’ અને બીજાનું નામ ‘મેલા’ હશે.

2500થી વધુ વાનગીઓ પીરસાશે :

‘અ વોક ઓન ધ વાઈલ્ડ સાઈડ’ માટે, મહેમાનને એવો ડ્રેસ પહેરવો પડશે જેની થીમ ‘જંગલ’ સાથે મેળ ખાતી હોય. તે જ સમયે, તે અન્ય કાર્યક્રમો માટે જે પણ પહેરે છે, તેણે તેની સાથે ડાન્સિંગ શૂઝ પહેરવા જરૂરી છે. 3 માર્ચે મહેમાનો માટે લંચ અને ડિનરનું આયોજન કરવામાં આવશે, જ્યાં તેમને 2500 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે.

બૉલીવુડ-હોલીવુડના સેલ્બ્સ પણ આવશે :

બોલિવૂડ સેલિબ્રિટી શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જાહ્નવી કપૂર સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ ભાગ લેશે. આ લિસ્ટમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, બ્લેક રોકના સીઈઓ લેરી ફિંક, ફેસબુક મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, હોલીવુડ સિંગર રિહાન્ના સહિત અનેક હસ્તીઓ સામેલ હશે. અનંત અને રાધિકા જુલાઈ 2024માં લગ્ન કરશે.

Niraj Patel