...
   

સ્લિમ થઇ ગયા બાદ પણ શા કારણે અનંત અંબાણીનું વજન પાછું વધી ગયું ? જંક ફૂડ નહિ પરંતુ આ છે તેની પાછળનું કારણ… જુઓ

Source: 108 કિલો વજન ઘટાડીને ફીટ થયા પછી પણ ફરીથી કેમ વધ્યુ અનંત અંબાણીનુ વજન, આ છે કારણ108 કિલો વજન ઘટાડીને ફીટ થયા પછી પણ ફરીથી કેમ વધ્યુ અનંત અંબાણીનુ વજન, આ છે કારણ
અનંત અંબાણીનું ફરી વજન વધ્યું તો લોકો ચોંકી ગયા…વજન વધવાનું આ હોઈ શકે કારણ!
જંક ફૂડ કે કસરત ન કરવાથી નહીં, પરંતુ આ કારણે વધી ગયું અનંત અંબાણીનું વજન!, ખાસ જાણો
સ્લીમ થઈ ગયેલા અનંત અંબાણીનું ફરી કેમ વધી ગયું વજન? ફેન્સ થયા હેરાન! જાણો શું હોઇ શકે કારણ

Anant Ambani Weight Gain : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ લગ્ન પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ સેરેમની પણ યોજાઈ રહી છે અને તેમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો પણ સામેલ થઇ રહ્યા છે. 1થી 3 માર્ચ સુધી જામનગરમાં કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન અંબાણી પરિવારના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોમાં લોકોને એક વસ્તુ વિચારવા મજબુર કરે છે કે અનંતે પોતાનું વજન ઘટાવી દીધું હતું તો પછી તેનું વજન કેવી રીતે વધી ગયું ?

અનંતના વધેલા વજનથી સૌ કોઈ હેરાન :

વર્ષ 2016માં 108 કિલો વજન ઘટાડીને અનંત અંબાણીએ સૌને હેરાન કરી દીધા હતા અને લોકો તેનાથી ખુબ જ પ્રભાવી પણ થઇ ગયા હતા.  પરંતુ, જ્યારે જાન્યુઆરીમાં એન્ટિલિયામાં રાધિકા મર્ચન્ટ સાથેની તેની સગાઈની તસવીરો વાયરલ થઈ. અનંત અંબાણીનું વજન ફરી વધી ગયું તે જોઈને લોકો ચોંકી ગયા. આ અંગે અનેક પ્રકારના સમાચારો સામે આવ્યા છે.

18 મહિનામાં ઘડાડયું હતું 108 કિલો :

વર્ષ 2017માં નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અનંત અંબાણી અસ્થમાથી ખૂબ જ પીડિત હતો અને તેને સ્ટેરોઈડ આપવામાં આવ્યા હતા, જેના કારણે તેનું વજન વધી ગયું હતું. અનંત અંબાણીએ 2016માં 18 મહિનાથી ઓછા સમયમાં લગભગ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો, અનંત અંબાણીના વજન ઘટાડવા વિશે આશ્ચર્ય પામ્યા પછી, હવે ઘણીવાર આશ્ચર્ય થાય છે કે તેણે પોતાનું બધુ વજન કેવી રીતે વધાર્યું.

આ છે વજન વધવાનું કારણ :

મીડિયા રિપોર્ટ ગંભીર અસ્થમા અને સ્ટેરોઇડ્સ લેવાને કારણે અનંત અંબાણીના વજનમાં ફરી વધારો થયો છે. અનંત અંબાણીએ 2016માં 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડીને મોટા પાયે પરિવર્તન કર્યું હતું. અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં કુદરતી રીતે 108 કિલો વજન ઘટાડ્યું હતું. આ માટે તે દરરોજ 5-6 કલાક કસરત કરતો હતો, જેમાં 21 કિલોમીટર વોક, યોગા, વેઈટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ અને કાર્ડિયોનો સમાવેશ થતો હતો.

કેવી રીતે ઘટાડ્યું હતું વજન :

અનંત અંબાણીએ તેના આહારમાં વજન ઘટાડવા માટે ઝીરો ખાંડ, ઉચ્ચ પ્રોટીન, ઓછી ચરબી અને ઓછી કાર્બ આહારનું પાલન કર્યું. તે દરરોજ 1200-1400 કેલરી લેતો હતો. અનંત અંબાણીના આહારમાં તાજા લીલા શાકભાજી, કઠોળ, ફણગાવેલા અનાજ અને ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને દૂધનો સમાવેશ થતો હતો. આ સમયગાળા દરમિયાન તેણે જંક ફૂડને પણ સંપૂર્ણપણે ટાળ્યું હતું.

Niraj Patel