દુબઈમાં બનેલા શાનદાર હિન્દૂ મંદિરનો વીડિયો આનંદ મહિન્દ્રાએ કર્યો શેર, કહ્યું, “અહીંયા દર્શન કરવા જવાની છે ઈચ્છા…” જુઓ

દુબઈમાં દશેરાના પવિત્ર દિવસે જ એક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. લગભગ એક દાયકા જૂનું ભારતીય સ્વપ્ન સાકાર થયું છે. UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક દ્વારા એક નવા હિન્દુ મંદિરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મંદિરનો પાયો ફેબ્રુઆરી 2020માં શરૂ કરવામાં આવ્યો હતો એટલે કે આ મંદિરને બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો. હવે જ્યારે તે તૈયાર છે, તેની સુંદર તસવીરો દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ 1 મિનિટનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે શુભ મુહૂર્ત. દુબઈની મારી આગામી સફરમાં હું ચોક્કસપણે આ મંદિરની મુલાકાત લઈશ. તમને જણાવી દઈએ કે દશેરાના દિવસથી જ મંદિર તમામ ધર્મના લોકો માટે ખોલવામાં આવ્યું છે. તમામ ભક્તો 16 દેવતાઓના આશીર્વાદ લેવા માટે મંદિરમાં પ્રવેશ કરી શકે છે. આ મંદિરની તસવીરો લોકોના દિલને ખુશ કરી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ મંદિર કેટલું ભવ્ય અને સુંદર છે. દુબઈનું આ પહેલું હિન્દુ મંદિર છે, મંદિરમાં દર્શન માટે QR કોડ દ્વારા બુકિંગ માટે અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભીડ પર નિયંત્રણ કરી શકાય. દુબઇમાં ખુલેલા આ મંદિરના ઘણા વીડિયો અને તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહી છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે, સાથે જ ઘણા લોકો કોમેન્ટની અંદર પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ એક ભવ્ય મંદિર છે અને દુબઇના પ્રવાસમાં આ મંદિરની અચુક મુલાકાત લેવા જેવી છે.

Niraj Patel