આ વ્યક્તિ રોબોટની જેમ ફાસ્ટ સ્પીડે બનાવે છે ઢોંસા, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો VIDEO

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે ઘણી વખત તેના ટ્વિટર હેન્ડલ પર ખૂબ જ રસપ્રદ અને મજેદાર વીડિયો શેર કરે છે. લોકો પણ તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. તો બીજી તરફ, હવે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર ઢોંસાવાળોનો એક વીડિયો શેર કર્યો છે. મંગળવારે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને રોડની બાજુમાં દુકાનદારનો ઢોંસા વેચતો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો, જે મશીન કરતાં વધુ ઝડપથી કામ કરે છે.

28-સેકન્ડની આ ક્લિપમાં, એક માણસ તવા પર ગરમ ઢોંસા બનાવતો જોઈ શકાય છે, જે રોબોટ કરતાં વધુ ઝડપે કામ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડોસા વેચનાર રોકેટગતિએ પેન પર ઢોંસા ફેરવે છે અને પછી તેને ઘણા ટુકડા કરે છે. આ પછી તે એક થાળી પર ઢોંસા મૂકે છે અને ગ્રાહકને આપે છે.

આ વીડિયો જોવામાં ખૂબ જ મજેદાર લાગે છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું, આ સજ્જન રોબોટ્સને બિનઉત્પાદક સ્લો મોશન જેવો બનાવે છે. હું આ જોઈને થાકી ગયો છું અને હવે મને ખુબ ભૂખ લાગી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે. લોકો વીડિયો પર ઘણી રમૂજી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – આ વ્યક્તિ ખરેખર વખાણવા લાયક છે. બીજાએ લખ્યું- ઘણા લોકોને ખવડાવવા માટે તેમનું સમર્પણ અહીંની આધ્યાત્મિકતા છે.


તો બીજી તરફ મહિન્દ્રાએ થોડા દિવસ પહેલા ટ્વિટર પર એક જૂની જાહેરાત શેર કરી હતી. આ ફિયાટ 1100 ની જાહેરાત છે જેમાં આ નાની કાર માત્ર 9,800 રૂપિયામાં વેચાઈ રહી છે. મહિન્દ્રાએ તેની સાથે લખ્યું, ‘સારા જૂના દિવસો.’ આ જાહેરાત 1963 ની છે જ્યારે દેશમાં નવું ફિયાટ મોડલ લોન્ચ થયું હતું. આ કાર ફિયાટના 1000E મોડલનું અપડેટેડ વર્ઝન હતું.

Niraj Patel