રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પર ઈમોશનલ થયા આનંદ મહિન્દ્રા, બોલ્યા કે – કોઇ ફરક નથી પડતો કે…

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકો ઘણા ઉત્સાહિત છે. બધી બાજુ સિયા રામની ગુંજ છે. પછી તે સોશિયલ મીડિયા હોય કે ઘર, ગલી, મહોલ્લો હોય…બધે જ રામ નામની ધૂન સંભળાઇ રહી છે. સેલિબ્રિટીઝ પણ સોશિયલ મીડિયા પર રામને લઇને પોતાની ભક્તિ ભાવના જાહેર કરી રહ્યા છે.

એવામાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર ના કરે, એવું કંઇ રીતે બની શકે. આનંદ મહિન્દ્રા જે બધા વિષય અને બધા મુદ્રા પર સોશિયલ મીડિયા પર પોતાની રાય લોકો સાથે શેર કરે છે, તેમણે ભગવાન રામને લઇને પણ એક પોસ્ટ શેર કરી છે. ભગવાનને “ધર્મથી પરે એક વ્યક્તિ” તરીકે ઓળખાવતા મહિન્દ્રાએ કહ્યું, “તેમના તીર દુષ્ટતા અને અન્યાયને લક્ષ્યમાં રાખે છે.”

22 જાન્યુઆરીએ ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં મહિન્દ્રાએ ભગવાન રામની તસવીર પોસ્ટ કરી અને કહ્યું, “આજે, ‘રામ’ શબ્દ વિશ્વનો છે.” પોસ્ટની સાથે, તેમણે આગળ લખ્યું – “કોઈ ફરક નથી પડતો કે કોની શ્રદ્ધા શું છે, આપણે બધા એક એવા અસ્તિત્વના ખ્યાલથી આકર્ષિત છીએ જે ગૌરવ અને મજબૂત મૂલ્યો સાથે જીવવા માટે સમર્પિત છે. ‘રામ રાજ્ય’ની સ્થિતિ-આદર્શ શાસન-તમામ સમાજો માટે આકાંક્ષા છે.” આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “રામ માત્ર કોઈ ધર્મ સાથે સંકળાયેલા નથી. તેઓ સત્ય, ન્યાય અને દયાના પ્રતિક છે. તેમના આદર્શો આજે એટલા જ શક્તિશાળી છે જેટલા તેઓ સદીઓ પહેલા હતા. આપણે બધા રામ જેવું શાસન ઈચ્છીએ છીએ, જ્યાં દુષ્ટતા અને અન્યાયને કોઈ સ્થાન ન હોય. એટલા માટે રામ શબ્દ માત્ર હિંદુઓ માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે છે!” લોકોએ આનંદ મહિન્દ્રાના આ ટ્વીટને ખૂબ પસંદ કર્યું.

Shah Jina