સના ખાન અને ઝાયરા વસીમ જેવી અભિનેત્રી મનોરંજન જગત છોડીને પહેલા જ ચાહકોને હેરાન કરી ચુકી છે. બંનેએ તેમના ધાર્મિક વિશ્વાસના કારણે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. તેવામાં થોડા દિવસો પહેલા જ અનુપમામાં નંદિનીનુ કિરદાર નિભાવવાવાળી અનધા ભોસલેએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી છોડવાની ઈચ્છા જાહેર કરી હતી.
મનોરંજન જગત છોડવાના નિર્ણયને હવે અનધા ભોસલેએ સત્તાવાર કરી દીધું છે. હવે ચાહકો ‘અનુપમા’માં નંદિનીનો રોલ પ્લે કરવાવાળી અનધા ભોસલેને પડદા પર નહિ જોઈ શકે. ઓફિશિયલ પોસ્ટમાં અનધાએ કહ્યું છે કે કેમ તે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી છોડી રહી છે ? છેલ્લા ઘણા સમયથી અનધાના અભિનય છોડવાને લઈને કયાસ લગાવામાં આવી રહ્યો હતો તેવામાં હવે અનધાએ આ ખબરને ચાહકોની સાથે શેર કરી છે.
અનધાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે,’હરે કૃષ્ણ ફેમિલી. મને ખબર છે તમે બધા ચિંતા કરી રહ્યા છો કે હું કેમ શોમાં નજર નથી આવી રહી. બધાને ખુબ જ પ્રેમ જેમણે મને આટલો પ્રેમ આપ્યો.
જે લોકોને અત્યાર સુધી નથી ખબર તે લોકોને કહી દઉં કે મેં ઓફિશિયલી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હું ઇચ્છુ છુ કે તમે બધા મારા નિર્ણયનો આદર કરો અને સપોર્ટ કરો. આ નિર્ણય આધ્યાત્મિકના રસ્તા પર ચાલવા માટે લેવામાં આવ્યો છે.
હું વિશ્વાસ રાખું છું કે આપણે બધા ભગવાનના બાળક છીએ. આપણા બધાની ઈચ્છાઓ એક જ છે પરંતુ રસ્તાઓ અલગ છે. આપણે બધાએ વિશ્વાસ બનેલો રાખવો જોઈએ. ઈશ્વર હંમેશા મારા માટે ખુબ જ દયાવાન રહ્યા છે. એ આપણી ફરજ છે કે આપણે બધા જેના કારણે આ જીવનમાં આવ્યા છીએ તે ઉદેશને પૂરો કરીએ.
આપણે બધાએ તેમની ઇચ્છાઓ અને પ્રેમને જોવો જોઈએ. મને લાગે છે કે તમને કોઈ જવાબ જોઈએ તો તમે શ્રી ભગવત ગીતાથી લઇ શકો છો. જે લોકો મને પ્રેમ કરે છે તે લોકો માટે મારી જિંદગી વિશે અપડેટ કરતી રહીશ. હું બધા ધર્મોને રિસ્પેક્ટ કરું છું.
આ પહેલા અનધાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અભિનયમાંથી બ્રેક લઇ રહી છે. પરંતુ હવે તેણે ચોખ્ખું કહી દીધું છે કે તે હંમેશા માટે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી છોડી રહી છે. તેનું કહેવું છે કે તે દિલથી આધ્યાત્મિક છે અને આધ્યામિક કાર્યોમાં દિલથી શામેલ થાય છે.
View this post on Instagram
આ અગાઉ ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં અનઘાએ કહ્યું કે રાજકારણ, ગંદી સ્પર્ધા, સતત સારા દેખાવવાનું તથા હંમેશાં પાતળા જ રહેવાનું અને સોશિયલ મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ કરવાનું દબાણ રહેતું હતું. જો તમે આવું ના કરો તો તમે પાછળ મૂકાઈ જાવ. આ બધી બાબતો તેને પસંદ નહોતી. ઉલ્લેખનીય છે કે સ્ટાર પ્લસનો શો અનુપમા વર્ષ 2020માં શરૂ થયો હતો. ત્યારથી આ શો દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.