અભિષેક-એશ્વર્યાના છૂટાછેડાની ખબરો વચ્ચે અમિતાભ બચ્ચને ઉઠાવ્યુ મોટુ પગલુ, વહુરાણી એશ્વર્યાને કરી ઇન્સ્ટા પર અનફોલો

બચ્ચન પરિવારમાં પ્રોપર્ટી પર ક્લેશ ! વહુ એશ્વર્યા રાયથી નારાજ છે અમિતાભ બચ્ચન ? સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ વાત

અમિતાભ બચ્ચને વહુરાણી એશ્વર્યા રાયને ઇન્સ્ટાગ્રામ પર કરી અનફોલો ? એક્ટ્રેસની ફોલો લિસ્ટમાં પણ માત્ર એક જ નામ

એશ્વર્યા રાયના રિલેશન બચ્ચન પરિવારમાં ઠીક નથી ? આ સવાલ એટલા માટે કારણ કે છેલ્લા દિવસમાં અમિતાભ બચ્ચનને નાતી અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના પ્રીમિયરમાં પૂરા પરિવાર સાથે જોવામાં આવ્યા હતા પણ કદાચ પરિવારમાં કંઇક એવું થયુ છે જેને કારણે બિગ બીની નારાજગી વહુ સાથે વધી ગઇ અને મામલો સોશિયલ મીડિયા સુધી પહોચી ગયો.

અમિતાભે એશ્વર્યાને ઇન્સ્ટાગ્રામ પર કરી અનફોલો 

હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની દમદાર એક્ટિંગ માટે લોકોના દિલ પર રાજ કરે છે. જો કે, ફિલ્મી કરિયર ઉપરાંત એકજુથ બચ્ચન પરિવારને કારણે પણ બિગ બી અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે, પણ હવે એવું લાગી રહ્યુ છે કે પરિવારમાં કંઇક છે, જેને કારણે પરિવારના ઘરની વહુ અને બી ટાઉન એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનથી તેઓ નારાજ છે. બિગ બીએ તેમની દીકરી શ્વેતા નંદાને પોતાનું ઘર ‘પ્રતીક્ષા’ ગિફ્ટ કર્યુ છે.

એશ્વર્યા સિવાય અનેક સ્ટાર્સ ફોલો લિસ્ટમાં સામેલ

ચાહકોનું માનવું છે કે પ્રોપર્ટીને લઇને ઘરમાં કલેશ છે અને આ વાતથી અમિતાભ ઘણા નારાજ છે, જેને કારણે તેમણે વહુને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધી છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેમના ઇન્સ્ટા પર 36 મિલિયનથી વધારે ફોલોઅર્સ પણ છે. આ ઉપરાંત તેઓ 74 લોકોને ફોલો કરે છે,

એશ્વર્યા અભિષેક સિવાય કોઇને પણ નથી કરતી ઇન્સ્ટા પર ફોલો

આ લિસ્ટમાં કેટરીના કૈફ, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, નવ્યા નંદા સહિત અનેક સામેલ છે, પણ આ લિસ્ટમાં એશ્વર્યાનું નામ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અમિતાભ બચ્ચને એશ્વર્યાને ઇન્સ્ટા પર ક્યારેય ફોલો જ નહોતી કરી. ત્યાં એશ્વર્યા પણ ઇન્સ્ટા પર ખાલી તેના પતિ અભિષેકને જ ફોલો કરે છે.

Shah Jina