‘એનિમલ’ ફિલ્મથી ચમકી આ હસીનાની કિસ્મત, ઇન્સ્ટા એકાઉન્ટ પર ધડાધડ વધ્યા ફોલોઅર્સ
Tripti Dimri Instagram Followers: ફિલ્મ ‘એનિમલ’માં ઝોયાનું પાત્ર ભજવનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ દિવસોમાં ચર્ચામાં છે. એનિમલમાં કામ કર્યા બાદ તૃપ્તિની ફેન ફોલોઈંગમાં ખૂબ જ વધારો થયો છે. ફિલ્મ રીલિઝ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર 700K જેટલા ફોલોઅર્સ હતા, જ્યારે ફિલ્મ રિલીઝ થયાના સાત દિવસ બાદ તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 2.7 મિલિયન થઈ હતી.
સોશિયલ મીડિયા પર છવાઇ તૃપ્તિ ડિમરી
જો કે, હાલ તો ઇન્સ્ટા પર તેના 3.5 મિલિયન ફોલોઅર્સ છે. માત્ર સાત દિવસમાં તૃપ્તિના ફોલોઅર્સમાં 1989,000નો વધારો થયો હતો. પરંતુ આ વધારો હજુ પણ યથાવત છે. આ સિવાય સોશિયલ મીડિયા પર તૃપ્તિને નેશનલ ક્રશ પણ કહેવામાં આવી રહી છે. રણબીર અને તૃપ્તિ વચ્ચેનો એક સીન ખૂબ જ ચર્ચામાં છે જેમાં રણબીર એક્ટ્રેસને ‘લિક માય શૂ’ કહે છે.
ફેન ફોલોઈંગમાં થયો વધારો
જો કે, આ સીનની ઘણી ટીકા થઈ રહી છે. તૃપ્તિએ એનિમલ ફિલ્મમાં ખૂબ જ નાનો રોલ કર્યો પણ તેમ છતાં તેણે ઘણી લોકપ્રિયતા મેળવી. એનિમલમાં અભિનેત્રી અને રણબીર વચ્ચેના કેટલાક અંતરંગ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. શરૂઆતમાં એવું લાગે છે કે રણબીર તૃપ્તિના પ્રેમમાં પડી ગયો પરંતુ ફિલ્મ આગળ જતા નવો જ વળાંક લે છે. તૃપ્તિ ઉપરાંત એક્ટર બોબી દેઓલના પાત્રના પણ ઘણા વખાણ થઇ રહ્યા છે.
તૃપ્તિ ડિમરીની કારકિર્દી
ફિલ્મમાં બોબીને કોઈ ડાયલોગ આપવામાં આવ્યો નહોતો, તેને મૂંગો બતાવવામાં આવ્યો છે. જો કે, ફિલ્મમાં તેણે એક્સપ્રેશન્સ ખૂબ જ સારા આપ્યા. જણાવી દઇએ કે, તૃપ્તિએ કોમેડી ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’ (2017)થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને રોમેન્ટિક ડ્રામા ‘લૈલા મજનુ’ (2018)માં તેની પ્રથમ મુખ્ય ભૂમિકા હતી.
તૃપ્તીએ બુલબુલ (2020) અને કાલા (2022)માં તેના અભિનય માટે પ્રશંસા મેળવી છે. હવે તેણે એક્શન ફિલ્મ એનિમલમાં તેની સહાયક ભૂમિકાથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મમાં રણબીર ઉપરાંત રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. તે વિકી કૌશલ સાથે તેના આગામી પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે.