9 વર્ષ મોટા BF સાથે ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશનું લિપ લોક, GFને જોતા જ લાઇવ ટીવી પર બેકાબૂ થયો કરણ કુંદ્રા

કરણ અને તેજસ્વીના લિપલોકથી ગુલજાર થયુ સોશિયલ મીડિયા, ગર્લફ્રેન્ડને જોતા જ કાબૂમાં ના રહી શક્યા શોના હોસ્ટ

Temptation Island પહોંચેલી તેજસ્વી પ્રકાશ સાથે રોમેન્ટિક થયો કરણ કુંદ્રા- કેમેરા સામે જ કરી દીધી લિપ કિસ

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ઇન્ડસ્ટ્રીના સૌથી ફેવરેટ કપલ્સમાંના એર છે. તેમની પ્રેમ કહાની ‘બિગ બોસ 15’માં શરૂ થઇ હતી. જો કે, અત્યારે પણ તેઓ કપલ ગોલ્સ આપવાનો કોઇ મોકો નથી છોડતા. હાલમાં જ તેજસ્વી ડેટિંગ રિયાલિટી શો ‘ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા’ના સિઝન 1માં પહોચી હતી, જેને મૌની રોય અને કરણ કુંદ્રા હોસ્ટ કરી રહ્યા છે.

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનું લિપલોક

ત્યારે તેજસ્વી જેવી જ શોમાં આવી કે તેણે કરણ કુંદ્રા સાથે પ્રેમાળ પળ શેર કરી અને બંનેએ કરેલ લિપ લોક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ. ‘ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા’ના સીઝન 1નો પ્રોમો પોસ્ટ થતાં જ લવબર્ડ્સ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની કેટલીક સુંદર ક્ષણો જોવા મળી.

કરણ અને તેજસ્વીનો ‘ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા’નો લુક

આ એપિસોડ માટે કરણે બ્લેક સૂટ પહેર્યો હતો, જ્યારે તેજસ્વીએ ડીપ નેકલાઇન રેડ ડ્રેસ પસંદ કર્યો હતો. પ્રોમોની શરૂઆતમાં, જ્યારે તેજસ્વી સોફા પર બેઠેલી જોવા મળે છે, ત્યારે કરણ ફ્રેમમાં આવી તેને પ્રેમથી લિપ કિસ કરતો જોઈ શકાય છે. એક વિડિયોમાં, તેજસ્વીને એવું કહેતા સાંભળી શકાય છે કે તે શોની તમામ ક્ષણોને જાળવી રાખવા માંગે છે.

જો કે, જ્યારે કરણે તેજસ્વીના હોઠ પર પ્રેમભર્યું ચુંબન કર્યુ ત્યારે તેણે ‘કટ-કટ’ કહ્યું. પરંતુ કરણે કહ્યું કે સીન કાપવાને બદલે તે આગામી એપિસોડનો પ્રોમો બની જશે અને બાકીના સ્પર્ધકો હસવા લાગ્યા. જો કે, શોની ઝલક ઇન્ટરનેટ પર સામે આવ્યા પછી તેજસ્વી અને કરણના ચાહકોએ બંનેની કેમેસ્ટ્રીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું.

Shah Jina