મુશ્કેલીમાં ફસાઇ સલમાન ખાનની એક્ટ્રેસ, જેલ જતા જતા બચી, કોર્ટથી મળ્યો દેશ ન છોડવાનો આદેશ
છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસ ઝરીન ખાનને મળી બેલ, કોર્ટનો આદેશ- પરમિશન વગર દેશના છોડે
Zareen Khan Cheating Case: સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાન છેતરપિંડીના એક કેસમાં જેલ જતા જતા બચી. એક્ટ્રેસને વર્ષ 2018માં ધોખાધડી મામલે કોલકાતાની સિયાલદાહ કોર્ટથી મોટી રાહત મળી છે. કોર્ટે એક્ટ્રેસને અંગત બોન્ડ પર જામીન આપ્યા છે અને સાથે જ પરમિશન વગર દેશ છોડી ન જવાનો આદેશ પણ આપ્યો છે. ઝરીન ખાન પર કેટલાક મહિના પહેલા પહેલા જ ધોખાધડીના કેસમાં ધરપકડનું વોરંટ જારી થયુ હતુ. આ મામલે કોલકાતાની સિયાલદાહ કોર્ટે અભિનેત્રીને 26 ડિસેમ્બર સુધી રાહત આપી છે.
મુશ્કેલીમાં ફસાઇ એક્ટ્રેસ ઝરીન ખાન
વર્ષ 2018માં બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન કોલકાતામાં દુર્ગા પૂજા કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી. આરોપ છે કે તેણે આ માટે આયોજકોને હા પાડી હતી અને 12 લાખ એડવાન્સ પણ લીધા, પરંતુ એડવાન્સ લીધા પછી પણ અભિનેત્રી ન તો કાર્યક્રમમાં પહોંચી અને ન તો કોઈને કહ્યું. આયોજકોનો આરોપ છે કે તેઓ ઝરીન ખાનના આવવાની રાહ જોતા રહ્યા, પરંતુ અભિનેત્રીએ જવાબ ન આપ્યો.
છેતરપિંડીના કેસમાં મળી બેલ
સમયસર ન પહોંચતા તેમણે ઝરીન ખાન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. થોડા મહિના પહેલા આ મામલામાં અભિનેત્રી માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 11 ડિસેમ્બરે જ્યારે કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં કેસની સુનાવણી થઈ ત્યારે ઝરીન ખાન મુંબઈથી ત્યાં પહોંચી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો અને ઝરીન ખાનને 26 ડિસેમ્બર સુધી 30,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા.
કોર્ટથી મળ્યો દેશ ન છોડવાનો આદેશ
આ સાથે જ આદેશ આપવામાં આવ્યો છે કે તે પરવાનગી વગર દેશ છોડે નહીં. જણાવી દઈએ કે ઝરીન ખાને 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘1921’, ‘હેટ સ્ટોરી 3’ અને ‘અક્સર 2’ જેવી ફિલ્મો કરી, પરંતુ તેને સફળતા ન મળી અને તે ફિલ્મોથી દૂર થઈ ગઈ.