કુતરાએ પણ જોઈ લીધું “એનિમલ” મુવી અને પછી તેને પણ કર્યો બોબી દેઓલનો એવો સ્ટેપ કે વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ
Dog Balancing Water Cup On Forehead : હાલ સોશિયલ મીડિયાથી લઈને જાહેર જીવનમાં પણ “એનિમલ” ફિલ્મની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખુબ જ સફળ સાબિત થઇ ચુકી છે. ત્યારે ફિલ્મના કલાકારો પણ લાઇમ લાઇટમાં છવાઈ ગયા છે અને તેમાં પણ ફિલ્મમાં ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળેલો બોબી દેઓલ તો લોકોને દિલ પર રાજ કરવા લાગ્યો છે. તેના સીન પણ હવે લોકો કોપી કરી રહ્યા છે, અને તેના ગીતો પણ ધૂમ મચાવે છે.
બોબી દેઓલનું સ્ટેપ કર્યું કોપી :
ત્યારે હાલ બોબીના એક સિગ્નેચર સ્ટેપને એક શ્વાને પણ કોપી કર્યું હતું, જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કૂતરા માત્ર વફાદાર જ નહીં પણ ખૂબ બુદ્ધિશાળી પણ હોય છે. અને હા, ક્યારેક તેઓ એવા પરાક્રમો કરે છે કે માણસો પણ વિચારવા લાગે છે કે “આ કેવી રીતે કર્યું?” એક કૂતરાની આવી જ એક હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કુતરાનો અંદાજ જોઈને યુઝર્સ થયા ઘેલા :
હકીકતમાં આ કૂતરાએ તેના કપાળ પર ભરેલો ગ્લાસ મૂક્યો છે અને તેને સંતુલિત કરતી વખતે ખૂબ જ આરામથી આગળ વધતો જોવા મળે છે. તેને ગ્લાસ પણ પડવા ન દીધો. ખરેખર, તેની પ્રતિભા જોઈને તમે પણ કહેશો કે કૂતરાએ અજાયબી કરી બતાવી છે. લોકો હવે કુતરાના આ સીનને બોબી દેઓલની ફિલ્મ “એનિમલ”ના સીન સાથે જોડી રહ્યા છે.
View this post on Instagram
1 કરોડથી વધુ લોકોએ જોયો વીડિયો :
6 ડિસેમ્બરના રોજ, @everythingaboutnepal નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને ઈન્ટરનેટ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે આ ક્લિપને થોડા સમયમાં જ કરોડથી પણ વધારે વ્યૂઝ અને 23 લાખથી વધુ લાઈક્સ મળી છે. અને હા, 6 હજારથી વધુ યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. મોટા ભાગના લોકોએ તેને ફિલ્મ ‘એનિમલ’ સાથે જોડીને રમૂજી કોમેન્ટ કરી, તો કેટલાક કૂતરાની અદભૂત પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હા, આ જોઈને ઘણા યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.