પોતાના જન્મ દિવસે અમિતાભ બચ્ચને લીધો સૌથી મોટો ફેંસલો, હવે ક્યારેય નજર નહિ આવે અમિતાભ આ……

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. આજે તે પોતાનો 79મોં જન્મ દિવસ મનાવી રહ્યા છે. ત્યારે દેશભરમાંથી અમિતાભ બચ્ચનને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં અમિતાભના ચાહકો પોસ્ટ કરી અને અમિતાભના દુર્ઘાયું અને આજ રીતે સદાય મનોરંજન કરતા રહે તેવી પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે, ત્યારે અમિતાભે આ દરમિયાન એક મોટો નિર્ણય લોધો છે.

અમિતાભ બચ્ચને એક બ્લોગ કરીને જણાવ્યું છે કે તેમને પાન મસાલા કંપની “કમલા પસંદ” સાથેની પોતાની ડીલ તોડી રહ્યા છે. હાલમાં જ અમિતાભ બચ્ચનને પાન મસાલા કંપનીની જાહેરાત કરવાના કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને બિગ બીએ પોતાના  ઓફિસના નિવેદનને પણ પોતાના બ્લોગમાં શેર કર્યું છે.

બિગ બીની ઓફિસનું કહેવુ છે કે અમિતાભને એ વાતની નહોતી ખબર કે આ જાહેરાત સરોગેટેડ જાહેરાત અંતર્ગત આવે છે. તેની ખબર પડ્યા બાદ ગયા અઠવાડીએ જ આ ડીલને ખતમ કરી દેવામાં આવી છે અને જાહેરાત દ્વારા મળવા વાળી ફીને પણ પરત કરી દેવામાં આવી છે.  બિગ બીની ઓફિસમાં તેમના નિવેદન પ્રમાણે “કમલા પસંદ… ઓન એર થવાના થોડા દિવસ બાદ.. મિસ્ટર બચ્ચને બ્રાન્ડ સાથે સંપર્ક કર્યો અને ગયા અઠવાડીએ જ આ ડીલમાંથી બહાર થઇ ગયા.”

આ નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે “અચાનક આ નિર્ણય કેમ લેવામાં આવ્યો ? -મિસ્ટર બચ્ચન જ્યારે બ્રાન્ડ સાથે જોડાયા હતા ત્યારે જાહેરાત પ્રતિબંધિત ઉત્પાદથી સંબંધિત અંતર્ગત આવે છે. તેમને બ્રાન્ડ સાથે કોન્ટ્રાકટ ખતમ કરી દીધા હતા અને બ્રાન્ડને પોતાના ટર્મિનેશન વિશે લખે છે. પ્રમોશન માટે મળેલી ફીસને પણ પરત કરી દીધી છે.”

Niraj Patel