આટલું સુંદર ફેમિલી છે જોઠાલાલના બાપુજીનું, જુઓ PHOTOS
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોની શરૂઆત આજથી 12 વર્ષ પહેલા થઇ હતી. આ શો વર્ષ 2008થી ચાલુ થયો હતો અને આજે પણ આ શોએ દર્શકો પર તેમની પકડ જમાવી રાખી છે.
આ શોમાં બાપુજીનું કિરદાર નિભાવનાર અમિત ભટ્ટ જયારે 36 વર્ષના હતા ત્યારે તેમને આ શો મળ્યો હતો. આજે તેઓ 48 વર્ષના છે અને શોની શરૂઆતથી જ તેઓ આ શોના ભાગ છે.
View this post on Instagram
છેલ્લા ઘણા વર્ષોથી આ શો દર્શકોને હસાવે છે. આ શોએ દર્શકો પર એવી પકડ જમાવી છે કે, તેના રિપીટ એપિસોડને પણ દર્શકો પસંદ કરે છે. આ શોમાં બાપુજીના પાત્રને પણ લોકોએ ઘણું પસંદ કર્યુ છે. તમને જણાવી દઇએ કે, આ શોમાં બાપુજીનો રોલ અમિત ભટ્ટ પ્લે કરી રહ્યા છે.
અમિત ભટ્ટ આ પહેલા પણ ઘણી ધારાવાહિક અને નાટકો કરી ચૂક્યા છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં એક મહત્વપૂર્ણ કિરદાર છે જેઠાલાલના બાપુજી ચંપકલાલ ગડાનું… તે સૌથી વડિલ છે અને તે જ કારણે ગોકુલધામ સોસાયટીમાં તેમનું કહ્યુ કોઇ ન માને એવું નથી.
અમિત ભટ્ટ રિયલ લાઇફમાં બે જુડવા બાળકોના પિતા છે. અમિત ભટ્ટ તેમની પત્ની અને બાળકો સાથેની તસવીર ઘણીવાર ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા હોય છે. તેમની પત્ની ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઇએ કે, તેમના બાળકો પણ આ શોમાં નજરે પડી ચૂક્યા છે.
View this post on Instagram
અમિત ભટ્ટને પોપ્યુલારિટી ભલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી પરંતુ આ પેહલા તેમણે ઘણી ધારાવાહિકમાં કામ કર્યુ છે. તેમણે “ખિચડી” “યસ બોસ” “ચુપકે ચુપકે” “ફની ફેમીલી ડોટ કોમ” “ગપશપ કોફી શોપ” અને “FIR” જેવા ટીવી શોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
આ ઉપરાંત અમિત સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ફિલ્મ “લવયાત્રિ”માં જોવા મળ્યા હતા. તેઓએ તેમના જુડવા બાળકો સાથે કેમિયો કર્યો હતો. જનસત્તાના રીપોર્ટ અનુસાર, બાપુજી એટલે કે અમિત ભટ્ટને એક એપિસોડના 70થી80 હજાર રૂપિયા ફિસ મળે છે.
View this post on Instagram
અમિત ભટ્ટ ફરવાના ખૂબ શોખિન છે. તે ઘણીવાર તેમની આઉટિંગ અને ટ્રિપ્સની તસવીરો શેર કરે છે. તેઓ પરિવાર સાથે ઘણો સમય વીતાવે છે.