અમેરિકાથી આવેલી વિદેશી દુલ્હને પહેર્યા ભારતીય પરિધાન, લહેંગા ચોલીમાં લાગી રહી હતી અપ્સરા, પપ્પાનું રિએક્શન દિલ જીતી લેશે, જુઓ વીડિયો

રૂમમાંથી લહેંગો ચોલી પહેરીને નીકળી વિદેશી દુલ્હન, બહાર ઉભેલા પરિવારજનોએ જોતા જ થયું એવું કે… વીડિયો દિલ જીતી લેશે

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ભારતની અંદર ભારતીય રીતિ રિવાજ અને ભારતીય પરિધાન સાથે લગ્ન કરવાનો પણ એક અનોખો ક્રેઝ જોવા મળતો હોય છે. ઘણા વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થતા હોય છે અને ભારતમાં લગ્ન કરવા માટે પણ આવતા હોય છે. ત્યારે તેમના લગ્નના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવી જ એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં આ દુલ્હન ભારતીય પરિધાનમાં સજ્જ જોવા મળી રહી છે અને તે જેવી જ રૂમની બહાર નીકળે છે ત્યારે તેના પરિવારજનોનું રિએક્શન પણ જોવા લાયક છે, સાથે જ તેના પપ્પાના હાવભાવ પણ લોકોના દિલ જીતી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક અમેરિકન દુલ્હને લાલ લહેંગા-ચોલી અને જ્વેલરી પહેરી છે. તે ભારતીય દુલ્હન જેવી દેખાઈ રહી છે. ક્લિપમાં કન્યાના મિત્રો અને કુટુંબીજનો હોટલના રૂમની બહાર તેની રાહ જોતા બતાવે છે અને જ્યારે તે લહેંગો પહેરીને બહાર નીકળે છે, ત્યારે તેઓ બધા જ દુલ્હનને જોઇને ખુશ થઇ જાય છે અને પછી તેને ગળે લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bianca Louzado (@biancalouzado)

આ વીડિયોમાં ખાસ દુલ્હનના પિતાનું રિએક્શન જોવા જેવું છે, તે દીકરીને જોઈને સૌથી વધુ ખુશ થતા હોય તેમ દેખાઈ રહ્યું છે. આ વીડિયો મેકઅપ અને હેર આર્ટિસ્ટ બિઆન્કા લુઝાડો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં લખ્યું છે “કેટલી સુંદર ક્ષણ, હેન્ના રોજર્સ. તમારો પરિવાર અને તમે સુંદર છો,” આ વીડિયોને લાખો લોકો જોઈ રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel