બદલતા સમયમાં લોકોની કામ કરવાની રીત પણ બદલાતી જાય છે. હાલત એવી છે કે કામ કરતા નોકરિયાત લોકો પાસે પોતાની માટે પણ સમય નથી. એવામાં માનવતા કે લોકોની મદદ માટે હાથ આગળ વધારતા લોકો તો તમને ક્યાંથી જોવા મળે! પરંતુ એવું કહેવું પણ ખોટું છે કે માણસની મદદ કરતા લોકો છે જ નહીં. માણસાઈના નમૂના આજે પણ આપણને કશેને કશે જોવા તો મળી જ જાય છે.

અમદાવાદમાં રિક્ષાચાલક ઉદયભાઈ જાદવ આ જ માણસાઈનો એક જીવતું-જાગતું ઉદાહરણ છે. દરેક શહેરોમાં હજારો રિક્ષાવાળાઓ હશે પણ ઉદયભાઈ અને તેમની રીક્ષા જેવી રીક્ષા કે રિક્ષાના ડ્રાઈવર તમને દીવો લઈને નીકળશો તો પણ કશે જોવા નહિ મળે. અમદાવાદના રસ્તા પર ચહેરા પર સ્મિત લઈને ઉદયભાઈ તમને રીક્ષા ચલાવતા મળી જ જશે. આખા શહેરમાં ઉદયભાઈ એક જાણીતું નામ છે અને તેમની ઓળખ તેમની આ સવારી છે.

અમદાવાદમાં રિક્ષાચાલક ઉદયભાઈ જાદવ એક ખૂબ જ જાણીતું નામ છે, જેનું કારણ તેમના દ્વારા કરવામાં આવતું ભલાઈનું કામ અને સવારીને તેમના મુકામે પહોંચાડવામાં દેખાતી તેમની ઉદારતા, જે તેમને બીજા કરતા અલગ બનાવે છે. આ જ કારણ છે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને લેખક ચેતન ભગત પણ તેમને મળવા માટે અમદાવાદ આવ્યા હતા.

તેમને દરેક વ્યક્તિ ઉદયભાઈ કહીને જ બોલાવે છે, ઉદયભાઈ ગાંધીના સિદ્ધાંતો પર ચાલે છે અને તેમની રીક્ષા પણ. અમદાવાદમાં જ જન્મેલા અને ઉછરેલા ઉદયભાઈમાં કોઈ પણ અમદાવાદી જેવા કોઈ પણ લક્ષણ જોવા નહિ મળે. તેમના પરિવારમાં માતા-પિતા, 3 બાળકો, પત્ની, ભાઈ અને બહેન, બહેનનો દીકરો મળીને કુલ દસ જણાનો પરિવાર છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ઉદયભાઈના માથે ઘણી બધી જવાબદારીઓ છે.

ઉદયભાઈ ખાદીનો કુર્તો અને ગાંધી ટોપી પહેરે છે અને તેમની રિક્ષામાં ઘણી અનોખી સુવિધાઓ છે. ઉદયભાઈ તેમની રિક્ષામાં બેસવાવાળી દરેક સવારીને સ્માઈલીનો બેજ લગાવી આપે છે. તેમની રિક્ષામાં બેસીને પોતાના મુકામે પહોંચતા લોકો જયારે પૂછે છે કે કેટલા રૂપિયા થયા ત્યારે તેઓ એક ખાલી બોક્સ આપે છે અને કહે છે કે તમારી માટે આગળની સવારી રૂપિયા આપીને ગઈ છે અને તમે આવતી સવારી માટે તામરી જે ઈચ્છા હોય તે આ બોક્સમાં મૂકી શકો છો.

ઉદયભાઈને અમદાવાદનો રિક્ષાવાળો કહીને પણ ઓળખાય છે. આ અમદાવાદનો રિક્ષાવાળો જીવંતતાની અનોખી મિસાલ છે. રીક્ષા ચલાવતાની સાથે જ તેઓ ભલાઈના કામો પણ કરે છે, જેમ કે જરૂરતમંદોની મદદ કરવી, બાળકો અને ગરીબો, ગર્ભવતી મહિલાઓને પૈસા લીધા વિના તેમના મુકામ સુધી પહોંચાડવા તેમની દિનચર્યાનો ભાગ છે.

ઉદયભાઈએ ગિફ્ટ ઈકોનોમી પ્રમાણે આ કામ કરવાની શરૂઆત 21 ઓક્ટોબર 2010 દશેરાના દિવસથી કરી હતી. ગિફ્ટ ઇકોનોમીની આ રૂપરેખા પ્રમાણે રિક્ષામાં જે સવારી તમારી પહેલા આવીને ગઈ છે એને તમારી માટે પે કર્યું છે અને હવે તમે આવનારી સવારી માટે પે કરો. તેમની રિક્ષામાં મીટર હંમેશા ઝીરો પર જ રહે છે. સવારીને મુકામે પહોંચાડયા પછી ઉદયભાઈ સવારીને એક કવર આપે છે જેમાં તેમને તેમની ઈચ્છા પ્રમાણે રૂપિયા મુકવાના હોય છે. અને પછી આ કવર રિક્ષાની પાછળની સીટમાં લગાવેલા બે બોક્સ ‘સત્ય’ અને ‘પ્રેમ’ નામના કોઈ એક બોક્સમાં મુકવાનું રહે છે.

ઉદયભાઈની રિક્ષામાં એવી ઘણી સુવિધાઓ મળી જાય છે જે કેબમાં પણ નથી હોતી! ઉદભાઈ તેમની રિક્ષામાં બેસનારી સવારીને ખાવા માટે ફૂડ, પીવા માટે પાણી, વાંચવા માટે બૂક્સ અને મેગેઝીન, સાંભળવા માટે સંગીત, ઉનાળામાં હવા ખાવા માટે પંખો અને એક કચરાપેટી પણ છે, જેથી રસ્તાઓ પર સફાઈ રહે. આવી સુવિધાઓવાળી ભાગ્યે જ કોઈ રીક્ષા તમને જોવા મળશે! અને આ જ કારણ છે કે ઉદયભાઈ અને તેમની રીક્ષા બધા કરતા અલગ છે.

છેલ્લા 10 વર્ષોથી તેઓ સતત ભલાઈનું આ કામ કરી રહયા છે. જયારે તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે તેઓ આવું કેમ કરે છે, ત્યારે તેમને કહ્યું હતું કે તેઓ તો માત્ર લોકોની મદદ કરવા માંગે છે અને તેમને જણાવવા માંગે છે કે પ્રેમ શું હોય છે. તેઓ કહે છે કે જો આપણે એકબીજાની મદદ નહિ કરીએ તો કોણ કરશે? લોકોને મદદ કર્યા પછી જે પૈસા મળે છે એના કરતા વધુ લોકોને મદદ કર્યાનો એમને વધુ સંતોષ મળે છે.

એકવાર તેમને એક પણ રૂપિયો લીધા વિના એક અંધ વ્યક્તિને તેમના ઘરે પહોંચાડયા હતા. તેમના આવા કાર્ય માટે લોકો દ્વારા થતી કદર જ તેમને આવું કાર્ય કરવા માટે પ્રેરે છે. ઉદયભાઈ પાર્ટ ટાઈમ સેવા કેફે માટે પણ કામ ખાતે છે જેનો કોન્સેપટ પણ ઉદયભાઈની રીક્ષા જેવો જ છે. આ કેફે સ્વયંસસેવકો દ્વારા ચાલે છે અને દરેક વ્યક્તિ માટે બિલ ઝીરો જ હોય છે. ગ્રાહકો એમના માટે પે કરે છે જે તેમના પછી આવવાના છે.

ગરીબ પરિવારમાં જન્મેલા ઉદયભાઈના બે ભાઈઓ અને છ બહેનો છે અને તેમના પિતા પણ રિક્ષાચાલક હતા. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોણા કારણે તેમને દસમાનો અભ્યાસ છોડીને ગેરેજમાં કામ કરવાનું શરુ કર્યું હતું. એક સમય હતો કે જયારે તેમના ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઇ ગયો હતો પણ તેમ છતાં તેમને હાર માન્યા વિના ઓટો ચલાવવાંનું શરુ કર્યું હતું.

આખા અમદાવાદમાં ઉદયભાઈને અમદાવાદનો રિક્ષાવાળો તરીકે ઓળખવામાં આવે છે. તેમને ગરીબોના ઉદ્ધાર માટે કામ કરતા એક એનજીઓથી પ્રેરણા લઈને આ કામ શરુ કર્યું હતું. તેમને તેમના આ કામ માટે ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. ઉદયભાઈ તેના બિઝનેસને આગળ વધારવા માંગે છે અને વધુ રીક્ષાઓ લઈને આ જ રીતે સમાજમાં મદદરૂપ થવા માંગે છે. તેની આ કહાની અત્યાર સુધીની કદાચ સૌથી વધુ પ્રેરણાદાયક વાર્તા હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.