દેશના સૌથી ધનિક પરિવારમાંનો એક અંબાણી પરિવાર ઉત્તરપ્રદેશના આ નાનકડા ગામથી મંગાવે છે મિઠાઇ અને એ પણ પ્રાઇવેટ હેલિકોપ્ટર મોકલીને

યુપીના આ ગામથી આવે છે અંબાણી પરિવારના ત્યાં મિઠાઇ, હેલિકોપ્ટરથી થાય છે ડિલીવરી

ઉત્તરપ્રદેશનુ એક નાનકડુ ગામ તિલહર કે જે પોતાની મિઠાઇ માટે લોકોને લુભાવે છે. ત્યાં વર્ષોથી દૂધથી બનનારી એક ખાસ મિઠાઇ લોંજ તૈયાર કરવામાં આવે છે. મધ્યભારતના કલાકંદની જેમ દૂધને ઉકાળીને બનવાવાળી મિઠાઇની અંબાણી પરિવારની વહુ ટીના અંબાણી પણ શોખીન છે. અંબાણી પરિવારની વહુ માટે સમયાંતરે તિલહારથી મીઠાઈ મંગાવવામાં આવે છે. આ ખાસ મીઠાઈ લેવા માટે તેમનું પ્રાઇવેટ હેલિકોપ્ટર ગામમાં ઉતરે છે. એકવાર જ્યારે ટીના અંબાણીએ આ મીઠાઈનો સ્વાદ ચાખ્યો ત્યારથી તે આ સ્વીટ પોતાના ઘરે મંગાવી રહી છે. કોરોના લોકડાઉન પહેલા જ મિઠાઇ તિલહારથી મુંબઈ સુધી ઉડાન ભરી ચૂકી છે.

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની લક્ઝરી લાઇફ માટે જાણિતા છે. કરોડોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતાના સહજ સ્વભાવ માટે પણ મશહૂર છે. તે પોતાની સાદગીથી કોઇ પણ વ્યક્તિનુ દિલ જીતી લે છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પારંપારિક અને સંસ્કારો સાથે રહેવાનું પસંદ કરે છે અને તેમનો આ જ અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. જો મુકેશ અંબાણીના ખાણી-પીણીની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદું ખાવાનું પસંદ કરે છે. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી તેઓ મીઠાઈ ખાવાનું પસંદ કરે છે.

આટલું જ નહીં પરંતુ આ મીઠાઈને સ્પેશિયલ ઓર્ડર પર હેલિકોપ્ટર દ્વારા અંબાણીના ઘરે પહોંચાડવામાં આવે છે. જણાવી દઈએ કે, આ મીઠાઈ ઉત્તરપ્રદેશના નાનકડા ગામ તિલહારમાં તૈયાર કરવામાં આવે છે. આ મીઠાઈનું નામ લોચા છે. એવું કહેવાય છે કે આ મીઠાઈ દૂધને ઉકાળીને તૈયાર કરવામાં આવે છે, જેને અંબાણી પરિવાર હેલિકોપ્ટર દ્વારા મંગાવે છે. અહેવાલ મુજબ, એકવાર ટીના અંબાણીએ આ મીઠાઈનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ અંબાણી પરિવાર દર વર્ષે આ ગામમાંથી મીઠાઈનો ઓર્ડર આપે છે.

પ્રતિકાત્મક તસવીર

એટલું જ નહીં પરંતુ અંબાણી પરિવારે લોકડાઉન દરમિયાન પણ આ સ્વીટ મંગાવી હતી. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ગામ પાસે અનિલ અંબાણીની થર્મલ પાવર પ્લાન્ટ છે. જ્યાં અંબાણી પરિવાર ઘણી વખત મુલાકાત લેતો રહે છે. આ દરમિયાન, એક મીટિંગ દરમિયાન લોચા મીઠાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેનો સ્વાદ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ લીધો હતો. આ દરમિયાન તે આ સ્વીટની મોટી ફેન બની ગઈ હતી. આ પછી અંબાણી પરિવાર દર વર્ષે અહીંથી મીઠાઈ મંગાવે છે અને આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે.

મુકેશ અંબાણીની વાત કરીએ તો, તેઓ પોતાના દિવસની શરૂઆત પપૈયાના રસથી કરે છે. આ સિવાય તેમને લંચમાં સૂપ અને સલાડ ખાવાનું પસંદ છે. એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણી મુંબઈમાં કેપ મૈસૂરથી ઈડલી સંભાર ખૂબ જ હોંશથી ખાય છે. આ સિવાય તેમને સ્ટ્રીટ ફૂડ પણ પસંદ છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીના ઘરના રસોડામાં કામ કરતા રસોઈયાને દર મહિને લગભગ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

Shah Jina