ગુજરાતીઓ સાવધાન: અંબાલાલની નવી આગાહી છે કે પવનના તોફાનો, આંધી-વંટોળ સાથે વરસાદ આવશે, જાણો તારીખ
છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યારે બે ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થતા ડબલ ઋતુ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી. ગુજરાત રાજ્ય પર પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન તેમજ કમોસમી વરસાદ ત્રાટકવાની આગાહી અંબાલાલે કરી છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો લોકો માટે ભારે સાબિત થશે તેવું પણ તેમણે જણાવ્યુ છે. અંબાલાલ પટેલે જણાવ્યું, ગુજરાતના વાતાવરણમાં 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી મોટો પલટો આવશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે અને તેને કારણે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં માવઠાની પણ શક્યતા છે. તેમણે કહ્યુ કે શિયાળો પુરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિની વચ્ચે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી વાતાવરણમાં મોટો પલટો આવશે. 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે અને 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 10 માર્ચથી 12 માર્ચ દરમિયાન મોટા ફેરફાર થશે. ગરમી વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે.
હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. અંબાલાલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની પણ સલાહ આપી છે. હજુ તો ગઇકાલે જ હવામાન વિભાગે 26 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે વિસ્તારોમાં બરફની ચાદર જોવા મળી રહી છે. મોટી સંખ્યા લોકો હિમવર્ષાનો આનંદ માણવા મનાલી પણ પહોંચ્યા છે. જ્યારે ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યુ છે.