આણંદના આ બહેનને સલામ છે, જેમને અત્યાર સુધી 352 લાવારીશ લાશોના કર્યા અંતિમ સંસ્કાર, 12 રેપ પીડિતોને લીધી દત્તક

જેનું કોઈ નથી એમના અલ્પાબેન છે, અલ્પાબેનની ખુદ્દાર કહાની વાંચીને સલામ કરવાનું મન થઇ જશે, ખરેખર કરોડો સલામ….

સેવાકીય કર્યો કરવા માટે માત્ર પૈસાની જરૂર નથી હોતી, તેના માટે દિલમાં અપાર ઈચ્છા હોવી જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે અલગ અલગ રીતે  લોકોની સેવા કરતા હોય છે અને સેવા કરવા માટે પોતાનું આખું જીવન પણ ખર્ચી નાખતા હોય છે. આજે અમે તમને એવા જ એક સેવા ભાવિ બહેનની વાત કરવાના છીએ જેમને સેવા કરવાનો એક અનોખો રસ્તો પસંદ કર્યો.

અમે વાત કરી રહ્યા છીએ આણંદમાં રહેવા વાળા અલ્પાબેન પટેલની. અલ્પાબેન પટેલ લાવારિસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. તેમને અત્યાર સુધીમાં 352થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. કોરોનાના સમયે જ્યારે લોકો મૃતદેહોને સ્પર્શ કરવાનું ટાળીતા અને તેમના સ્વજનો પણ મોં ફેરવી રહ્યા હતા, ત્યારે અલ્પાબેને પોતાનું કામ ચાલુ રાખ્યું અને અંતિમ યાત્રાની તમામ વિધિઓ પૂર્ણ કરી.

તાજેતરમાં અલ્પાબેનને ગુજરાત સરકાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં તેમને ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા એવોર્ડ પણ મળ્યા છે. અલ્પાબેન પટેલ સામાજિક કાર્યકર છે. તે પતિ સમીર પટેલ સાથે મળીને સામાજિક કાર્યો કરે છે. આજે માત્ર આણંદમાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમની ઓળખ બની ગઈ છે.

અલ્પાબેન કહે છે કે “નાનપણથી જ તેઓ સામાજિક કાર્યોમાં જોડાયેલા હતા. મહિલાઓના અધિકારો માટે કામ કર્યું. લગ્ન પછી મને મારા પતિનો સાથ મળ્યો અને હું સામાજિક કાર્ય સાથે જોડાયેલી રહી. ઘણી વખત સાંભળ્યું હતું કે જેમની પાસે કોઈ નથી, તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, અથવા તો ઘણી તકલીફ પડે છે. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આવા લોકો માટે કંઈક કામ કરવું જોઈએ. મેં મારા પતિ સાથે વાત કરી, તે મને ટેકો આપવા સંમત થયા. આ પછી, જ્યાં પણ મને ખબર પડી કે કોઈનું મૃત્યુ થયું છે અને તેના અંતિમ સંસ્કાર માટે કોઈ તૈયાર નથી, ત્યારે હું જાતે જ મારા પતિ સાથે ગઈ અને અંતિમ સંસ્કાર કરવા લાગી.”

અલ્પાબેન કહે છે કે તેઓ અત્યાર સુધીમાં 352 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે. આમાંના ઘણા મૃતદેહોને તેણે પોતે આગ લગાવી છે. તેઓ ભારતીય પરંપરા અનુસાર પોલીસ અથવા મ્યુનિસિપાલિટી દ્વારા મેળવેલા લાવારસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. તેમણે કોરોનાના સમયગાળા દરમિયાન પણ તેમનું કામ ચાલુ રાખ્યું હતું. પછી જ્યારે લોકો તેમના સ્વજનોના મૃતદેહને સ્પર્શ કરવા પણ તૈયાર ન હતા. પછી પોતાના જીવની પરવા કર્યા વિના તે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા.

અલ્પાબેન કહે છે કે સમાજમાં કામની કોઈ કમી નથી. લોકોની પણ કોઈ કમી નથી. તે કરવા માટે તમારી પાસે માત્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ. તેથી જ મેં એવી મહિલાઓ અને છોકરીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું જેમને સમાજે તરછોડી દીધી છે. તેમની મદદ માટે અલ્પાબેને રેપ પીડીતી છોકરીઓને દત્તક લેવાનું શરૂ કર્યું. અત્યાર સુધી તે એવી 12 છોકરીઓને દત્તક લઇ ચુકી છે.

Niraj Patel