બર્થ-ડે સ્પેશિયલ: અલ્લુ અર્જુનની રોયલ અને લક્ઝરી લાઇફસ્ટાઇલ કરી દેશે તમને હેરાન, રહે છે 100 કરોડના ઘરમાં- આ મોંઘી વસ્તુઓનો છે માલિક

100 કરોડનું ઘર, 7 કરોડની વેનિટી વેન : પુષ્પા બાદ હાઇએસ્ટ પેડ એક્ટર બન્યો અલ્લુ અર્જુન, 4 ગણી વધારી દીધી ફીસ

પુષ્પા, પુષ્પારાજ…મેં ઝુકેગા નહિ સાલા. આ ડાયલોગ તો 2021ના વર્ષથી લોકોની જુબાન પર છે. અલ્લુ અર્જુન સાઉથ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો કલાકારોમાંનો એક છે. તે પોતાની એક્ટિંગ, ડાન્સ મૂવ્સ અને ચાર્મથી સ્ક્રીન પર રાજ કરી રહ્યો છે. પુષ્પા બાદ તેની લોકપ્રિયતામાં તો જબરદસ્ત વધારો થયો છે. ખાસ કરીને સાઉથ સિવાય અન્ય સ્થળોએ પણ તેનો મોટો ફેન બેઝ તૈયાર થઈ ગયો છે. હવે તેને પેન ઈન્ડિયા સ્ટાર કહેવામાં આવે છે.

અલ્લુ અર્જુન હાલમાં તેની આગામી ફિલ્મ પુષ્પા ધ રૂલમાં વ્યસ્ત છે. તેની ફિલ્મની ચાહકો પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનનો આજે એટલે કે 8 એપ્રિલે જન્મદિવસ છે. આ પહેલા ગઇકાલે મેકર્સે પુષ્પા 2નું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી અલ્લુ અર્જુન ખૂબ જ ખુશ થશે. કારણ કે ગણતરીના સમયમાં જ ટીઝરને મિલિયન વ્યુઝ મળ્યા છે.

ત્યારે આ અવસર પર અમે તમને તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો વિશે જણાવવાના છીએ.અલ્લુ અર્જુનનો આજે 41મો જન્મદિવસ છે. બાળપણથી જ ફિલ્મી માહોલમાં રહેલો અલ્લુ 3 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં આવ્યો હતો. તે પોતાના શાનદાર જીવનને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. 360 કરોડની પ્રોપર્ટીના માલિક અલ્લુ પાસે 7 કરોડની વેનિટી વેન છે. તે પોતાના પરિવાર સાથે 100 કરોડના આલીશાન ઘરમાં રહે છે.

2021માં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા 2 આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ માટે અલ્લુએ 125 કરોડ રૂપિયાની ફી લીધી છે. આ ફી પછી અલ્લુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે. પહેલા ભાગ માટે તેણે 40 કરોડ ફી લીધી હતી. ફિલ્મ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા હોવાને કારણે અલ્લુનો હંમેશા ફિલ્મો તરફ ઝુકાવ હતો. આ જ કારણ હતું કે 3 વર્ષની ઉંમરે તેમણે 1985માં રિલીઝ થયેલી ફિલ્મ વિજેતામાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

ત્યારબાદ તે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગોત્રીમાં મુખ્ય અભિનેતા તરીકે દેખાયો. અલ્લુ અર્જુને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી તે પહેલાં તેણે છ મહિના સુધી એનિમેટર અને ડિઝાઇનર તરીકે કામ કર્યું. આ દરમિયાન તેને દર મહિને 3500 રૂપિયાનો પગાર મળતો હતો. આર્યા ફિલ્મમાં અલ્લુના કામને દર્શકોએ ખૂબ પસંદ કર્યું અને આ ફિલ્મ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ. અલ્લુ અર્જુન ખૂબ જ વૈભવી જીવન જીવે છે અને તે ઘણી મોંઘી વસ્તુઓનો માલિક પણ છે.

અલ્લુ અર્જુનનું ડ્રીમ હાઉસ હૈદરાબાદમાં છે અને તેની કિંમત લગભગ 100 કરોડ હોવાનું કહેવાય છે. અલ્લુ અર્જુન તેના માતા-પિતા, પત્ની સ્નેહા, પુત્રી આરહા અને પુત્ર અયાન સાથે ઘરે રહે છે. અલ્લુ અર્જુનના ભવ્ય ઘરમાં સ્વિમિંગ પૂલ, જિમ, હોમ થિયેટર અને બાળકો માટે અલગ પ્લે એરિયા છે. અલ્લુ અર્જુન એવા સ્ટાર્સમાંથી એક છે જેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. પરિવાર સાથે રજાઓ ગાળવા માટે તે અવારનવાર પરિવાર સાથે જેટમાં મુસાફરી કરે છે.

અલ્લુ અર્જુન પાસે વેનિટી વેન પણ છે તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પુષ્પા સ્ટારની વેનિટી વેનના અંદરના ભાગમાં AA લખેલું છે. અલ્લુ અર્જુનને વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે અલગ અલગ લક્ઝરી ઘણી ગાડીઓ છે. આ સિવાય અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં એક નાઈટ ક્લબ છે. તેણે હૈદરાબાદ સ્થિત હેલ્થકેર સ્ટાર્ટઅપ કોલહેલ્થ સર્વિસમાં પણ રોકાણ કર્યું છે. જણાવી દઇએ કે, અલ્લુ અર્જુનની 6 વર્ષની દીકરી અરહા તેલુગુ ફિલ્મ ‘શકુંતલમ’થી અભિનયની શરૂઆત કરવા જઇ રહી છે.

આ ફિલ્મ 14 એપ્રિલ 2023ના રોજ રીલિઝ થશે. અલ્લુની મહિનાની કમાણી 3 કરોડ છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3 કરોડ રૂપિયા પણ લે છે. કુલ કમાણીની વાત કરીએ તો અલ્લુ 360 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. અલ્લુએ તેના સિને કરિયરમાં અત્યાર સુધી 30 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેને 6 ફિલ્મફેર પુરસ્કારો અને 3 નંદી પુરસ્કારોથી નવાજવામાં આવ્યો છે. તેને પ્રથમ વખત ડેબ્યુ ફિલ્મ ગંગોત્રી માટે નંદી એવોર્ડ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Shah Jina