પુષ્પા ફેમ અલ્લૂ અર્જુને ધાંસૂ અંદાજમાં ઉજવ્યો પોતાનો 40મો જન્મદિવસ, વાયરલ થઇ શાનદાર તસવીરો

અલ્લૂ અર્જુને મિત્રો સાથે યુરોપમાં મનાવ્યો 40મો જન્મદિવસ, અહીં જુઓ સેલિબ્રેશનની તસવીરો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને 8 એપ્રિલના રોજ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પુષ્પા સ્ટારે તેના 40મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે કોઇ કસર છોડી ન હતી. આ ફિલ્મસ્ટાર પોતાના નજીકના મિત્રો સાથે વિદેશ પહોંચી ગયો હતો. જ્યાં પુષ્પા સ્ટારે સર્બિયામાં પોતાના મિત્રો અને પત્ની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. અલ્લુ અર્જુનના જન્મદિવસની કેટલીક તસવીરો ધીમે ધીમે સોશિયલ મીડિયા પર સામે આવી છે. અલ્લુ અર્જુને તેનો જન્મદિવસ સર્બિયામાં મિત્રો સાથે ઉજવ્યો.

ભવ્ય પાર્ટી પહેલા, ફિલ્મ સ્ટારે તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે હોટલના રૂમમાં એક નાની કેક કાપી હતી. જેની ઝલક તેની પત્નીએ શેર કરી હતી. ત્યારબાદ સાંજે ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુને સર્બિયાની એક હોટલમાં તેના મિત્રોને ભવ્ય પાર્ટી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જન્મદિવસની ઉજવણીની તસવીરમાં ફિલ્મ સ્ટાર તેની પત્ની સ્નેહા રેડ્ડી અને મિત્રો સાથે જોવા મળી રહ્યો છે.

અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડીએ તેના પતિના જન્મદિવસની ઝલક સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. અભિનેતાએ તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની રિલીઝ પછી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં બ્લોકબસ્ટર રહી હતી. આટલી મોટી મહિલા ફેન ફોલોઈંગ ધરાવતા અલ્લુએ એકવાર સામંથા રૂથ પ્રભુનો પરિચય તેની ગર્લફ્રેન્ડ સ્નેહા રેડ્ડી સાથે કરાવ્યો હતો.

સ્નેહા હવે અભિનેતાની પત્ની છે. સામંથા બહુ ઓછા લોકોમાંથી એક છે જેમને અલ્લુએ તેની ગર્લફ્રેન્ડ સ્નેહા વિશે જણાવ્યું હતું. સામંથાના ટોક શો સેમ જામમાં, અલ્લુએ એકવાર સ્નેહા વિશે વાત કરી અને કહ્યું કે તેને સ્નેહામાં સૌથી ખાસ શું લાગે છે. તેણે કહ્યું, “મને સ્નેહાના બે ગુણો ગમે છે, તે એક એવી વ્યક્તિ છે જે તેની ગરિમા પ્રમાણે જીવે છે. ભલે તે રાત્રે 2 વાગ્યે નાઈટક્લબમાં હોય, તો પણ તેના વિશે કંઈ ખોટું શોધી શકાતું નથી.

બીજું, તે ખૂબ સંતુલિત છે. ” અન્ય એક ઇન્ટરવ્યુ દરમિયાન, અલ્લુને એકવાર પૂછવામાં આવ્યું હતું કે તે બે બાળકોનો પિતા અને એક પરિણીત વ્યક્તિ હોવાના કારણે ઘણા ચાહકોનું ધ્યાન કેવી રીતે સંભાળી લે છે. અલ્લુએ મજાકમાં કહ્યું, “મારી પત્ની ખૂબ જ કડક છે. મને નથી લાગતું કે મારી સ્ત્રી ચાહકો મારા લગ્ન જીવનમાં ખલેલ પહોંચાડવા માંગશે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonliines)

તેઓ જાણે છે કે હું પરિણીત છું અને મારા બાળકો પણ છે. મારી પત્ની કહે છે કે તેણે મારી સાથે રહેવું જોઈએ. હું ખરેખર કેવો છું તે જાણો. તેને ખાતરી છે કે આ પછી તે મારા પ્રશંસક નહીં રહે.”

Shah Jina