7 વર્ષનું ટેણીયું પકડી રહ્યું હતું માછલી, અચાનક સામે આવી ગયો મગર, પછી જુઓ શું થયું તે જોઈને જ પરસેવો છૂટી જશે

ખુબ જ મહેનતથી આ 7 વર્ષનું ટેણીયું માછલી પકડીને લાવ્યું બહાર, અને પછી આવી ગયો મગર. મોઢું પહોળ્યું કરીને….. જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણી નાની મોટી ઘટનાઓના વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે, આ વાયરલ વીડિયોની અંદર ઘણી હસી મજાક વાળી ઘટનાઓ જોવા મળે છે તો ઘણા હેરાન કરી દેનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એક એવો જ હેરાન કરી દેનારો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોન અંદર એક 7 વર્ષનું બાળક માછલી પકડવા માટે જાય છે, તે માછલીને પકડી પણ લે છે પરંતુ અચાનક મગર આવી જાય છે અને ના થવાનું થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક નાનું 7 વર્ષનું બાળક કોઈ તળાવ કિનારે માછલી પકડી રહ્યું છે, બાજુમાં તેના પિતાનો પણ અવાજ સાંભળી શકાય છે. તેના પિતા તેનું મનોબળ વધારતા કહી રહ્યા છે કે “બડ્ડી… તે પકડી લીધી… બધું જ ઠીક છે બડ્ડી… બસ આગળ વધતો રહે.”

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે જેવો જ છોકરો માછલી પકડવાના પોલની દોરીને ખેંચે છે અને માછલી પણ પક્ડીને બહાર આવી જાય છે. પરંતુ ત્યારે જ એક નેનો મગર ત્યાં આવી જાય છે અને જે માછલીને ખુબ જ મહેનતથી આ બાળક કિનારા ઉપર લાવ્યું હતું તેની ઉપર ઝપાટો મારી અને તેને ખાઈ જાય છે. બાળક ડરી જાય છે અને ફિશિંગ પોલને છોડી અને સાઈડ ઉપર આવી જાય છે.

Niraj Patel