રણબીર સાથે લગ્ન થયા બાદ પહેલી વાર બહાર નીકળી આલિયા કપૂર, ચેહરા પર જોવા મળી ખુશી અને ગ્લો

લગ્નના 5માં દિવસે ઘરથી બહાર નીકળી કપૂર ખાનદાનની નવી નવેલી વહુ આલિયા કપૂર- જુઓ PHOTOS

આલિયા ભટ્ટ આ દિવસો તેની લાઈફના ખુબ જ સુંદર પળમાં છે. બોલિવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ગોર્જીયસ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે સિંગલથી મેરિડ વુમનની લિસ્ટમાં શામેલ થઇ ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા છે. અભિનેત્રી તેની મેરિડ લાઈફમાં ખુબ ખુશ અને એક્સાઈટેડ લાગી રહી છે.

લગ્ન બાદ આલિયા ભટ્ટને પહેલી વખત મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. આલિયાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. રણબીર કપૂરની દુલ્હનિયા બન્યા પછી આલિયાના મોઢા પર ગ્લો અને ખુશી નજર આવી રહી છે.

અભિનેત્રીને બેબી પિંક કલરના સલવાર-સૂટમાં આલિયા કોઈ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી. આલિયાએ સલવાર સૂટની સાથે મેચિંગ દુપ્પટો પણ કેરી કરેલો હતો. મિનિમલ મેકઅપ અને માથા પર નાની બિંદી લગાવીને ન્યૂલી મેરિડ આલિયા સ્ટનિંગ લાગી રહી હતી. અભિનેત્રીએ તેના ટ્રેડિશનલ લુકને ખુલ્લા વાળ અને ઝુમકાઓથી કમ્પ્લીટ કર્યું હતું.

આલિયાએ પેપરાજીને ઘણા બધા પોઝ આપ્યા હતા. આ દરમ્યાન અભિનેત્રી તેની વેડિંગ રિંગ પણ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. લગ્ન બાદ આ લુકમાં આલિયાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ચાહકો આલિયાની સાદગીના ખુબ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા તેની ડ્રીમ વેડિંગ પછી તેના વર્ક કમિટમેન્ટને પૂરું કરવા નીકળી ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો આલિયા મનીષ મલ્હોત્રા અને કરણ જોહરની સાથે તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું બચેલું શૂટિંગ પૂરું કરવા જેસલમેર ગઈ છે.

Patel Meet