રાહા કપૂરને જન્મ આપ્યાના ત્રણ જ મહિનામાં આલિયા ભટ્ટે ઉતારી દીધુ એટલું વજન કે…જોઇને ચાહકો હેરાન

આલિયા ભટ્ટનું પોસ્ટ પ્રેગ્નેંસી ટ્રાંસફોર્મેશન જોઇ હેરાન છે લોકો, કહ્યુ- કેટલી પતલી થઇ ગઇ, ફરીથી બાળકી બની ગઇ

આલિયા ભટ્ટ મેટરનીટી લીવ બાદ કામ પર પરત ફરી છે. આલિયા નવેમ્બરમાં રાહાન કપૂરની માતા બની હતી, તેણે 6 નવેમ્બર 2022ના રોજ તેની દીકરીનું સ્વાગત કર્યુ ગતુ. પ્રેગ્નેંસી બાદ આલિયા ભટ્ટ બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે અને તેના નવા લુકની ઘણી ચર્ચા પણ થઇ રહી છે. આલિયા ભટ્ટનું પોસ્ટ પ્રેગ્નેંસી ટ્રાંસફોર્મેશન જોઇ બધા હેરાન છે. તે માત્ર સ્લિમ જ નહિ પણ ચહેરા પરનો ગ્લોને કારણે પણ બધાને હેરાન કરી રહી છે.

આલિયાનો લેટેસ્ટ વીડિયો હાલ ઘણો ચર્ચામાં છે. આ વીડિયોમાં તે જીમ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેનું ટ્રાંસફોર્મેશન ચર્ચાનો વિષય બનેલુ છે. સોશિયલ મીડિયા પર આલિયાની લેટેસ્ટ ઝલક જોઇ લગભગ બધા જ હેરાન છે. આલિયાનો આ વીડિયો જોઇ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- આ પોતે હજી બાળકી છે અને તેને પણ એક બાળકી છે.

જો કે, ફિટનેસ ફ્રીક આલિયા ભટ્ટ માટે તેણે લખ્યુ- આમની 4 મહિનાની દીકરી છે અને તેણે ફરી શનાયા બનવા માટે 4 મહિનામાં પોતાનું ટ્રાંસફોર્મ કરી લીધુ છે. શાનદાર. હેરાન લોકો એ કહેતા જોવા મળ્યા કે આ ફરી આટલી પતલી થઇ ગઇ. એકે લખ્યુ- મા બન્યા બાદ ફરીથી બાળકી બની ગઇ. એક બીજાએ લખ્યુ- આલિયા પોતે એક બેબી લાગી રહી છે, મમ્મા નહિ.

ચાહકોએ કહ્યુ કે- કોઇ ના કહી શકે કે આ હમણા-હમણા જ માતા બની છે. છેલ્લા દિવસોમાં આલિયા ભટ્ટ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી, જ્યારે તે રણબીર કપૂરને રિસીવ કરવા પહોંચી હતી. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે, જેમાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે.

આલિયા હંમેશા તેના મધરહુડને લઇને ચર્ચામાં રહી છે. 11 જાન્યુઆરી 2023એ આલિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર મધરહુડ વિશે એક નોટ શેર કરી હતી. તેણે રાહાન સ્વાગત બાદ શરીરમાં થનારા બદલાવ વિશે જણાવ્યુ હતુ.

અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે મધરહુડે તેની શારીરિક બનાવટને બદલી દીધી છે, પણ તેનું દિલ મોટુ થઇ ગયુ છે. જ્યારથી આલિયાએ તેની દીકરીનું આ દુનિયામાં સ્વાહત કર્યુ છે, ત્યારથી તેણે તેની સાથે રહેવાનો કોઇ મોકો છોડ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina