સ્વરા ભાસ્કરના લગ્નને મૌલાનાએ જણાવ્યા ગેરકાનૂની, કહ્યુ- આવા લગ્ન ઇસ્લામમાં… પતિને ભાઇ કહેવાની ટ્વિટ અંગે ફહાદે કરી એવી કમેન્ટ કે…

મૌલાનાએ સ્વરા ભાસ્કરના નિકાહને જણાવ્યા ગેરકાનૂની, ઇસ્લામિક રીતિ-રિવાજોને લઇને આપી ચુનોતી

સ્વરા ભાસ્કરની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. ઓલ ઇન્ડિયા ધ મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રિઝવીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. મૌલાનાનું કહેવુ છે કે સ્વરા ભાસ્કર ઇસ્લામ કબૂલ કરે અને કલમા પઢે. તે બાદ જ તે મુસ્લિમ સમાજની વહુ માનવામાં આવશે. મૌલાના શહાબુદ્દીન રિઝવીએ કહ્યુ કે, સ્વરા ભાસ્કર ઇસ્લામ કબૂલ કરે અને કલમા પઢે તે બાદ જ તેને મુસ્લિમ સમાજ અપનાવશે.

મૌલાના શહાબુદ્દીન રિઝવીએ સ્વરા ભાસ્કરને આમંત્રણ આપતા કહ્યુ કે, તે આવે અને ઇસ્લામ કબૂલ કરે. જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રાજનીતિક કાર્યકર્તા ફહાદ અહમદ સાથે લગ્ન કર્યા છે, એવામાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક કપલની એન્ટ્રી થઇ ગઇ છે. કપલની લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. સ્વરા ભાસ્કરે વર્ષ 2010માં બોલિવુડમાં પગ મૂક્યો હતો. તે બાદ 2011માં આવેલી તનુ વેડ્સ મનુ ફિલ્મથી તેને જબરદસ્ત ઓળખ મળી.

જણાવી દઇએ કે, ફહાદ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલ છે અને સમાજવાદી યુવજન સભાના પ્રદેશ અધ્યક્ષ છે.તે સમાજવાદી પાર્ટીની મહારાષ્ટ્ર શાખા સાથે જોડાયેલ છે. સ્વરાએ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ફહાદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં તેના દાવત એ વલીમાને લઇને પણ વિવાદ પેદા થયો હતો. કેટલાક સંગઠનોએ આ આયોજનનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો.

ઉલ્લેખનીય છે કે, સ્વરા રાજનીતિક સામાજિક મામલે ખુલીને પોતાની રાય રાખે છે, તેને લઇને ઘણા વિવાદ પણ સામે આવતા રહે છે. સ્વરા કેટલાક સમય પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન તેમની સાથે નજર આવી હતી. જ્યારથી સ્વરાએ ફહાદ સાથે તેના લગ્નની જાહેરાત કરી છે ત્યારથી તે કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહે છે. ત્યારે હાલમાં જ સ્વરાના ‘ભાઇ’ વાળા ટ્વિટની જોરોશોરોથી ચર્ચા થઇ રહી હતી,

સ્વરાએ 2 ફેબ્રુઆરીએ ફહાદને સોશિયલ મીડિયા પર ભાઇ કહ્યો હતો અને તેના કેટલાક દિવસ બાદ જ તેના લગ્નની માહિતી સામે આવી. બસ પછી શું હતુ, યુઝર્સે આ ટ્વીટ પર વિવાદ છેડી દીધો. ત્યારે આ પર હવે ફહાદે રિએક્ટ કર્યુ છે. તેણે લખ્યુ- ‘Jokes a part સંધિયોએ તો એ માન્યુ હિંદુ-મુસ્લિમ ભાઇ બહેન હોઇ શકે છે, બસ એ માની લો કે પતિ પત્ની મજાક પણ કરી શકે છે. જણાવી દઇએ કે, સ્વરા અને ફહાદ માર્ચ મહિનામાં દિલ્લીમાં ગ્રેન્ડ વેડિંગ કરશે.

Shah Jina