પ્રેગ્નેંસી એન્જોય કરી રહેલી આલિયા ભટ્ટનો દેખાયો સાદગી ભરેલો લુક, પિન્ક મેક્સી અને સાડી ચપ્પલમાં કેમેરા સામે થઇ સ્પોટ, જુઓ

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ પોતાના પ્રેગ્નેંસીના દિવસો એન્જોય કરી રહી છે. તે અવાર નવાર કેમેરાની નજરમાં પણ સ્પોટ થતી હોય છે અને તેનો બેબી બમ્પ પણ હવે સ્પષ્ટ દેખાય છે. ત્યારે હાલમાં જ આલિયા તેની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ આલિયા ઘણીવાર સ્પોટ થઇ હતી, ત્યારે હવે ફરીવાર આલિયાનો એક સાદગી ભરેલો લુક સામે આવ્યો છે.

હાલ આલિયા ભટ્ટ પોતાના અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. બ્રહ્માસ્ત્રની સફળતા બાદ હવે તે તેના બીજા કામોમાં લાગી ગઈ છે. આલિયાને ફરી એકવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. બાંદ્રા પહોંચેલી આલિયા ભટ્ટ ફરી એકવાર પોતાના મેટરનિટી લુકને લઈને ચર્ચામાં છે.

આલિયા આ વખતે તે પિંક મેક્સી ડ્રેસ પર સિમ્પલ ચંપલ પહેરેલી જોવા મળી હતી, જે સ્પષ્ટ છે કે આલિયા હવે તેના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરી રહી છે. આ ઉપરાંત પેપરાજીની વિનંતી પર, આલિયાએ થોડીવાર ઉભા રહી અને પોઝ આપ્યો અને તેની સુંદર સ્મિત કેમેરામાં કેદ થઈ ગઈ, પરંતુ આ સુંદર સ્મિત હોવા છતાં આલિયા તેના ચહેરાના થાકને છુપાવી શકી નહીં.

આ રીતે પ્રેગ્નેંસીમાં થાક લાગવો સામાન્ય છે અને હવે જેમ જેમ સમય આગળ વધશે તેમ આલિયા વધુ થાક અનુભવશે. પરંતુ તેમ છતાં આલિયા પોતાની જાતને વ્યસ્ત રાખી રહી છે, કામ કરી રહી છે અને સંપૂર્ણ રીતે ફિટ પણ છે. હાલમાં જ આલિયા તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાથી ખૂબ જ ખુશ છે. ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે અને કમાણીના મામલે પણ રણબીરની ફિલ્મ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે.

આલિયા ભટ્ટ આ દિવસોમાં સફળતાના સાતમા આસમાને છે. તેની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર દરરોજ ધમાકેદાર કમાણી કરી રહી છે. આલિયા બ્રહ્માસ્ત્રની શાનદાર કમાણી સાથે આ વર્ષે બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી બની છે. આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ આલિયા ભટ્ટે આ વર્ષે સફળતાની હેટ્રિક લગાવી છે. આ વર્ષે, ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR પછી, તેણે હવે બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે.

આ ઉપરાંત આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ, જે થોડા સમય પહેલા જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી, તે પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી બિન-અંગ્રેજી ફિલ્મ બની હતી. આ વર્ષ આલિયાનું વર્ષ છે અને તેને ગંગુબાઈ કાઠિયાવાડી, RRR સાથે બેક ટુ બેક સફળતાઓ મળી છે અને હવે બ્રહ્માસ્ત્ર આલિયાની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મ પહેલેથી જ વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel