મસ્તી મસ્તીમાં રણવીર સિંહે આલિયા ભટ્ટને માર્યો ધક્કો, એક્ટ્રેસને આવી ગયો ગુસ્સો અને બોલી- ‘વોટ્સ રોન્ગ વીથ યુ?’

રણવીર સિંહની હરકતોથી પરેશાન થઇ આલિયા ભટ્ટ, ફોટોગ્રાફર્સ સામે જ ચિડાઇને બોલી- શું પ્રોબ્લમ છે તારી

Ranveer Singh pushes Alia Bhatt : આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન રણવીર સિંહ અને આલિયા ભટ્ટની નવી તસવીરો અને વીડિયો સામે આવ્યો છે. આલિયા અને રણવીર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન આલિયા અને રણવીરે ચાહકો સાથે ફિલ્મ જોઈ હતી. કરણ જોહર પણ આ સમયે આલિયા અને રણવીર સાથે જોવા મળ્યો હતો.

રણવીર સિંહ જોવા મળ્યો મસ્તીના મૂડમાં 
આ દરમિયાન ત્રણેયે પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા અને સ્ટાર્સ મસ્તી કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. રણવીર અને આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મંગળવારે સાંજે કરણ જોહર અને આલિયા, રણવીર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ત્રણેય ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. બીજી તરફ રણવીર સિંહ હંમેશની જેમ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો અને આ દરમિયાન રણવીરે કંઈક એવું કર્યું કે આલિયા નારાજ થઈ ગઈ. વાસ્તવમાં, પહેલા બંને સ્ટાર પોતાની કારમાં આવે છે.

આલિયાને મસ્તી મસ્તીમાં મારી દીધો ધક્કો
આ પછી રણવીર ડાન્સ કરતો આવે છે અને પછી આલિયાને ગળે લગાવે છે. પછી કરણ પણ તેમની સાથે જોડાય છે, ત્યારે રણવીર બંને સાથે ડાન્સ કરે છે. ક્યારેક તે અહીં ત્યાં ફરે છે તો ક્યારેક આલિયા પછી રણવીરને ખેંચે છે અને વચ્ચે ઊભા રહીને તેને ફોટો ક્લિક કરવાનું કહે છે. આ પછી રણવીર ફોટો ક્લિક કરાવે છે અને આ મસ્તી વચ્ચે રણવીર આલિયાને પકડીને આગળ લઈ જાય છે, તો આલિયા પણ પરેશાન થઈ જાય છે. રણવીર મસ્તી મસ્તીમાં આલિયાને ધક્કો પણ મારી દે છે પછી આલિયા કહે છે કે વોટ્સ રોન્ગ વીથ યુ. જો કે તે પણ રણવીરની હરકતો પર હસે છે.

આલિયા અને કરણ પણ ના રોકી શક્યા હસવાનું
રણવીરને ત્યાં જોઈને કરણ પણ હસવાનું રોકી શકતો નથી. વીડિયો પર ફેન્સ રણવીરના વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે કે તેના જેવું કોઈ નથી. તો ત્યાં કોઈ કોમેન્ટ કરી રહ્યું છે કે તે એવો અભિનેતા છે જેને કોઈ નફરત ન કરી શકે. રોકી ઔર રાની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ સારી કમાણી કરી રહી છે. મંગળવારે ફિલ્મે 7.25 કરોડની કમાણી કરી છે અને આ સાથે ફિલ્મનું કલેક્શન 60.17 કરોડ થઈ ગયું હતુ. વાસ્તવમાં, ફિલ્મે પહેલા દિવસે 11 કરોડ, શનિવારે 16 કરોડ, રવિવારે 18.75 કરોડ, સોમવારે 7 કરોડ અને મંગળવારે 7.5 કરોડની કમાણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina