આલિયા ભટ્ટની હમશકલે શાહરૂખ ખાનના ગીત પર વિખેર્યો જલવો, અદાઓ જોઇ યુઝર્સ બોલ્યા- આ તો બીજી આલિયા છે…

સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે. જે ઘણીવાર હાસ્યાસ્પદ હોય છે તો ક્યારેક આપણને ચોંકાવી દે તેવા હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર એક છોકરી ચર્ચામાં છે, જે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ જેવી દેખાય છે. તેનો એક વીડિયો હાલ ઇન્સ્ટાગ્રામ પર એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેને પહેલીવ નજરે જોનારા કોઈપણ છેતરાઈ જશે અને તે એવું સમજશે કે આ જ અસલી આલિયા ભટ્ટ છે.

celesti bairagey ના નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતી આ છોકરીએ તાજેતરમાં જ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીત પર રીલ બનાવી હતી. વિડિયો માટે તેણે આલિયા ભટ્ટનો ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવો લૂક રિક્રિએટ કર્યો હતો. ગુલાબી ફ્લોરલ પ્રિન્ટવાળી સફેદ સાડીમાં celesti એ ‘કબ તક ચૂપ બેઠે’ના રિમિક્સ વર્ઝન પર ડાન્સ કર્યો હતો. તેણે તેના આ લુક સાથે ઇયરિંગ્સ કેરી કરી હતી અને સાથે સાથે બિંદી પણ લગાવી હતી.

આ સાથે તેણે રાઉન્ડ સનગ્લાસ પણ પહેર્યા હતા. બિલકુલ આલિયા ભટ્ટ જેવી દેખાતી celesti bairagey ને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આઇઆ… આલિયા. બીજાએ લખ્યુ, “બીજી આલિયા ભટ્ટ.” વીડિયોને અત્યાર સુધીમાં લાખોમાં લાઇક મળી છે. celesti bairagey આલિયા ભટ્ટની હમશકલ તરીકે ખૂબ ફેમસ છે.

તે આસામની વતની છે અને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી વખત વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજસ્થાનની શેરીઓમાંથી તેનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો લોકપ્રિય થયો હતો. અભિનેત્રી આલિયા ભટ્ટની વાત કરીએ તો, તેણે 14 એપ્રિલના રોજ પ્રાઇવેટ સેરેમનીમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by (@celesti.bairagey)

કામની વાત કરીએ તો તેની ઘણી ફિલ્મો આવવાની છે. કરણ જોહર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ સાથે તે રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળશે તેના પતિ રણબીર કપૂર સાથે તે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આલિયા ભટ્ટ નેટફ્લિક્સની હાર્ટ ઑફ સ્ટોનમાં પણ અભિનય કરવા માટે તૈયાર છે.

Shah Jina