મનોરંજન

આ અભિનેત્રીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ, તો હીબકી-હીબકીને રડી પડ્યો હતો…

પાકિસ્તાની અભિનેતા અલી ઝફરે માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ હિન્દુસ્તાનમાં પણ ખુબ નામના મેળવી છે. આજે એટલે કે 18 મૈ ના રોજ અલી ઝફર 40 વર્ષના થઇ ચુક્યા છે. તેના જન્મદિસવના ખાસ મૌકા પર આજે અમે તેમના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

અલી ઝફર એવા અભિનેતાઓમાં શામિલ છે જે એક પાકિસ્તાની અભિનેતા હોવા છતાં પણ ભારતમાં ખુબ નામના મેળવી છે. અભિનેતાની સાથે સાથે અલી ઝફર એક સિંગર અને રાઇટર પણ છે. એક સમય એવો પણ આવ્યો હતો હતો જ્યારે અલી ઝફર એક ઇન્ટરવ્યૂમાં હીબકી હીબકીને રડી પડયા હતા.

Image Source

અલી ઝફરે પાકિસ્તાનમાં નામના મેળવ્યા પછી હિન્દુસ્તાન તરફ પ્રસ્થાન કર્યું. તેના હિન્દુસ્તાનમાં નામ કમાયા પછી અન્ય પાકિસ્તાની કલાકારો માટે બોલીવુડના દરવાજા ખૂલી ગયા હતા. અલીના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેના ચરિત્ર પર દાગ લાગી ગયો. અલીનું નામ #MeToo માં આવ્યા પછી તેણે ખુબ મોટો ઝાટકો લાગ્યો હતો અને આ ઝાટકો તે બિલકુલ પણ સહન કરી શક્યા ન હતા.

Image Source

અલી ઉપર પાકિસ્તાની ગાયિકા મિશાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. મિશાએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખી હતી જેના દ્વારા તેણે અલી પર આરોપ લગાવ્યો હતો. મીશાએ પોતાની આ પોસ્ટમાં લખ્યું કે,”હું એટલા માટે આ પોસ્ટને શેર કરી રહી છું જેથી આપણા સમાજમાં આવા મામલાઓ સામે ચુરૂપી તોડી શકાય. શારીરિક શોષણ જેવી ઘટનાઓ પર ડીલ ખોલીને વાત કરવી સહેલી નથી, પણ હવે મારા માટે ચૂપ રહેવું મુશ્કેલ છે.

Image Source

આ પોસ્ટમાં મિશાએ પુરી ઘટર્નાનું પણ વર્ણ કર્યું હતું. એ પણ જણાવ્યું હતું કે તેની સાથે આ બધું ત્યારે થયું જયારે તે ઇન્ડસ્ટ્રીમાં કઈ ખાસ કાર્યરત ન હતી કે ન તો સિંગર હતી. તેનું કહેવું હતું કે આ ઘટના પછી તેને ઊંડો આઘાત લાગ્યો હતો.

Image Source

જો કે મિશાના આવા આરોપો પછી અલી ચૂપ બેઠા ન હતા અને તેણે પણ લાંબી લડાઈ લડી. પણ તે પોતાના પર લાગેલા આવા આરોપને સહન કરી શકે તેમ ન હતા અને એક ઇન્ટરવ્યૂમાં તે રોઈ પડયા હતા.

Image Source

અલીએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”આ આરોપો પછી મેં ખુબ સહન કર્યું. તેનાથી માત્ર હું જ નહિ પણ મારો પરિવાર પણ પ્રભાવિત થયો હતો. પણ હવે મેં નિર્ણય લીધો છે કે હું તેના પર મોટું પગલું લઈશ”.આ વાત કહેતા કહેતા અલી ભાવુક થઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

Image Source

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અલી ઝફરે પોતાની બૉલીવુડ કારકિર્દીમાં મેરે બ્રધરકી દુલહન, લંડન પેરિસ ન્યુયોર્ક, કિલ દિલ, ચશ્મે બદદુર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.