ફરી એકવાર લાડલીને લીધે ખરાબ રીતે ટ્રોલ થઇ એશ્વર્યા રાય, જુઓ
ઇન્ડસ્ટ્રીમાં જયારે પણ કોઇ પાવર કપલની વાત આવે તો, તેમાં એશ્વર્યા અને અભિષેકને જરૂરથી યાદ કરવામાં આવે છે. બંનેએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તેમની જબરદસ્ત બોન્ડિંગને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ સારા કપલની સાથે સાથે સારા માતા-પિતા પણ છે.
કોરોના મહામારીને કારણે 11 મહિના ઘરમાં રહ્યા બાદ બચ્ચન વહુ એશ્વર્યા રાય જાન્યુઆરીમાં હૈદરાબાદ તેમની આગામી ફિલ્મના શુટિંગ માટે ગયા હતા. તેઓ ઘરે 45 દિવસ બાદ આવ્યા છે. મંગળવારે મોડી રાત્રે એશ્વર્યા મુંબઇ પાછા આવ્યા હતા.
એરપોર્ટ પર એશ્વર્યા દીકરી આરાધ્યા અને પતિ અભિષેક સાથે જોવા મળી હતી. બચ્ચન પરિવારની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.
એશ્વર્યા આ દરમિયાન ક્લાસિક વ્હાઇટ કુર્તા સાથે અને બ્લુ શ્રગ સાથે ખૂબ જ સ્ટનિંગ લાગતી હતી. તેમણે તેમના લુકને કમ્પલિટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. આરાધ્યા ગ્રે અને પિંક ટી શર્ટ સાથે બોટમ્સમાં જોવા મળી હતી. ત્યાં જ અભિષેક બચ્ચન ગ્રે હુડી અને પેન્ટમાં જોવા મળ્યા હતા. સેફટીને ધ્યાને રાખી તેઓએ માસ્ક કેરી કર્યું હતું. આ દરમિયાન એશ્વર્યા આરાધ્યાનો હાથ પકડેલી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર તેમની તસવીર આવતા સાથે જ કેટલાક લોકોએ એશ્વર્યાને ટ્રોલ કરી હતી. ત્યાં કેટલાક લોકો તેમની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા હતા.
આરાધ્યાનો હાથ પકડવા માટે કેટલાક સોશિયલ મીડિયા યુઝરે એશ્વર્યાને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યુ કે, ઓવર પ્રોટેક્ટિવ, પિતાને પણ કયારેક હાથ પકડવા દો, એ માત્ર તમારી નથી.
ત્યાંજ એક અન્ય યુઝરે કહ્યુ હતુ કે, સારુ છે કે તે દીકરીને સમય આપી રહી છે. કોઇ નૈનીને તો નથી સોપીને. ત્યાં એક અન્ય એ કહ્યુ કે, એશ્વર્યાની તો માતા આજે પણ તેમનો હાથ પકડે છે.
એશ્વર્યા મણિરત્ત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મ “પોન્નિયિન સેલવન”ની શુટિંગ માટે ગઇ હતી. થોડા સમય પહેલા જ શુટિંગ સેટ પરથી તેમની તસવીરો વાયરલ થઇ હતી.