“પુષ્પા” ફિલ્મના ગીત ઉપર હુક સ્ટેપ કરવા ગઈ આ એરહોસ્ટેસ પરંતુ કરી નાખી એવી ભૂલ કે શરમથી થઇ ગઈ પાણી પાણી, જુઓ વીડિયો

ફલાઇટમાં “પુષ્પા” ફિલ્મના ગીત ઉપર હુક સ્ટેપ કરતી જોવા મળી એર હોસ્ટેસ, પરંતુ કરી નાખી આ મોટી ભૂલ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’ની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. ફિલ્મનો ડાયલોગ ‘પુષ્પા… ફલાવર નહીં, આગ હૈ મેં’ લોકોની જીભ ઉપરથી હટવાનું નામ નથી લઇ રહ્યો. દરેક જગ્યાએ ફિલ્મના ગીતોનો નશો છે, જે ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર સારી રીતે જોવા મળે છે.

અત્યાર સુધી 300 કરોડની કમાણી કરનાર આ ફિલ્મે બોલિવૂડના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની કમાણીનો દોર હજુ પણ ચાલુ છે. આ ફિલ્મ એટલી હિટ રહી હતી, એટલે એ પણ સ્વાભાવિક છે કે તેને બનાવવામાં પણ કરોડોનો ખર્ચ થયો હશે. આ સાથે તેમાં કામ કરતા સ્ટાર્સ પણ તેમની મહેનત બદલ મોટી રકમ વસૂલ કરશે.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ ટીમમાંથી ઇજાના કારણે બહાર છે અને પોતાના ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા તેના સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહેતો હોય છે અને તેની તસવીરો સાથે તેના વીડિયો પણ પોસ્ટ કરતો હોય છે.હાલ હાર્દિક પંડ્યાએ વાયરલ થઇ રહેલા ફિલ્મ “પુષ્પા”ના ગીત “શ્રીવલ્લી” ઉપર તેના નાની સાથે ડાન્સ કર્યો છે, જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પુષ્પા ફિલ્મના આ ગીત ઉપર ઘણા બધા લોકોએ સ્ટેપ કર્યા છે. ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓએ પણ પુષ્પાના સ્ટેપ કોપી કર્યા છે, તો વિદેશી ક્રિકેટર ડેવિડ વોર્નર પણ પુષ્પાના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. વીડિયોમાં હાર્દિક અને તેની નાની બંને ચશ્મા પહેરે છે અને ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળે છે. હાર્દિક અને તેની નાનીનો આ ડાન્સ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને પણ હાર્દિકના આ ડાન્સની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ વીડિયોની સાથે પોસ્ટમાં લખ્યું, આ”પણી પોતાની પુષ્પા નાની’. આ પોસ્ટ પર હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્ટ ઈમોજી બનાવીને જવાબ આપ્યો હતો. કૃણાલની ​​પત્ની અને હાર્દિકની પત્નીએ પણ ટિપ્પણી કરી હતી. ક્રિકેટર ઈશાન કિશને આ વીડિયોને સર્વકાલીન શ્રેષ્ઠ ગણાવ્યો છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થયા બાદથી જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વિવેચકો અને દર્શકોમાં ઘણી લોકપ્રિય બની છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ જબરદસ્ત કમાણી પણ કરી છે. આ ફિલ્મમાં એક્ટર અલ્લુ અર્જુન અને એક્ટ્રેસ રશ્મિકામંદાનાના અભિનયને લોકોએ પસંદ કર્યો છે. સામાન્ય લોકો ઉપર પુષ્પાના ગીતો અને સ્ટાઇલનો નશો ચઢેલો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં પુષ્પાના ગીત ઉપર લોકો વીડિયો બનાવી રહ્યા છે ત્યારે એક એરહોસ્ટેસનો ડાન્સ વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે ફિલ્મના ગીત ‘તેરી ઝલક અશરફી.. શ્રીવલ્લી’ના હૂક સ્ટેપ્સની નકલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. એરહોસ્ટેસ ખાલી ફ્લાઈટમાં આ ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે શ્રીવલ્લી ગીતના હૂક સ્ટેપને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે આ દરમિયાન તે એક મોટી ભૂલ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એરહોસ્ટેસ અલ્લુ અર્જુનના હૂક સ્ટેપને બરાબર સમજી શકી નથી. પરંતુ તેમ છતાં તેણી તેને અજમાવી રહી હોય તેવું લાગે છે. વીડિયોમાં જોઈને લાગે છે કે એરહોસ્ટેસને ખુદ ખબર પડી ગઈ છે કે તેણે આ ગીતના સ્ટેપને ખરાબ કરી નાખ્યો છે. એટલા માટે તે પોતાના ડાન્સ પર હસતી જોવા મળે છે. આ વીડિયો તેના એક સાથી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uma meenakshi (@yamtha.uma)

આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં ડાન્સ કરતી એર હોસ્ટેસનું નામ ઉમા મીનાક્ષી છે, જે સ્પાઈસ જેટની ફ્લાઈટની એર હોસ્ટેસ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. આ પહેલા તેણે ફ્લાઈટમાં જ ફિલ્મ ‘પુષ્પા’ના અન્ય ગીત ‘સામી’ પર ડાન્સ પણ કર્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ઉમાના આ વીડિયો પર હજારો લાઈક્સ અને કમેન્ટ જોવા મળી રહી છે.

Niraj Patel