અમદાવાદમાં વાડજના વિકૃત યુવકે યુવતીને પામવા હદ વટાવી નાખી, યુવતીના ક્લિનિક પર આ યુવક ટ્રીટમેન્ટ લેવાના બહાને…..
ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓની છેડતી અને તેમને હેરાન કરવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં યુવતિ હેરાન પરેશાન થઇ આપઘત જેવું પગલુ ભરતી હોય છે. તો ઘણીવાર પોલિસની મદદ લેતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં એક ડોક્ટર યુવતીની એક યુવક સાથે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા થઈ પરંતુ આ યુવક સાથે તે સંબંધ રાખવા માંગતી નહોતી અને તેણે તેની સાથે મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું. જે બાદ આ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઈ યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું. તે અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરવા લાગ્યો અને આ બધી વાતોથી કંટાળી યુવતિએ પોલિસમાં ફરિયાદ નોંધાવી,

જે બાદ હાલ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડોક્ટર યુવતિને વર્ષ 2019માં લગ્ન વિષયક વેબસાઈટ પર વાડજના એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ અને બાદમાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. તેમની કેફેમાં પહેલીવાર મુલાકાત થઈ અને થોડા દિવસ બાદ આ યુવતીએ યુવકને વોટ્સએપથી જણાવ્યું કે, મારે તમારી સાથે આ લગ્ન બાબતે સંબંધમાં આગળ વધવું નથી. જે બાદ યુવકે કહ્યુ- મને આ બાબતે કોઈ વાંધો નથી પણ આપણે મિત્ર રહીએ. તે બાદ યુવક વારંવાર યુવતીના ક્લિનિક પર ટ્રીટમેન્ટ લેવાના બહાને જતો અને તેના મિત્રોને પણ દર્દી બનાવીને લઈ જતો.

જે બાદ યુવતિને લાગ્યું કે તેને આ યુવકથી દૂર રહેવું જોઈએ. જેથી કોલ કરીને અને ક્લિનિકમાં રૂબરૂમાં યુવતીએ યુવકને તારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી તેવું કહ્યું હતું. તું ખોટા બહાના કરી મને મળવાનું બંધ કરી દે, તેમ પણ કહી દીધું હતું. જોકે, તેમ છત્તાં પણ યુવક તેને વારંવાર કોલ અને મેસેજ કરતો. તે બાદ કંટાળી યુવતિએ જુલાઇ 2020માં યુવકનો નંબર બ્લોક કરી દીધો અને તે બાદ જયારે યુવતી તેના ઘરે હોય ત્યારે આ યુવક મોબાઈલ ફોનમાં અલગ અલગ 17 નંબરથી દિવસના પાંચથી દસ મેસેજ અને કોલ કરી તેને હેરાન પરેશાન કરતો.

જો કે, આ ઉપરાંત પણ તે ક્લિનિકમાં અવારનવાર આવીને યુવતીને હેરાન પરેશાન કરતો. યુવક યુવતીને વારંવાર અનબ્લોક કરવા માટે રિક્વેસ્ટ કરતો અને તેનો પીછો પણ કરતો. યુવતી પાર્કિંગમાં જાય તો ત્યાં પણ તે હોતો અને જયારે તે એક દિવસ કરિયાણુ ખરીદવા ગઈ તો ત્યાં પણ આવી ગયો અને હેરાન કરવા લાગ્યો. તે બાદ યુવતીએ યુવકની બહેનને ફોન કરીને તેની આ કરતૂતો વિશે જણાવ્યું. આખરે 2020માં યુવતી અને તેના પરિવારના લોકો યુવકના ઘરે ગયા અને દીકરાની ગંદી કરતૂતોની જાણ કરી.

જો કે, આ સમયે પરિવારે ખાતરી આપી હતી કે, હવે પછી તેમનો દીકરો આવું નહીં કરે. તો પણ યુવકે સોશિયલ મીડિયા મારફતે યુવતિને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. તે બાદ જ્યારે વર્ષ 2021માં એક દિવસ યુવતી એક કેફેમાં હતી, ત્યારે યુવક તેનો પીછો કરતો કરતો ત્યાં આવ્યો અને આખરે આ બધી બાબતોથી કંટાળીને યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલિસે આ મામલે આગળ કાર્યવાહી કરી.