આલ્ફા વન મોલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી, ત્યાં ગયેલા લોકો ફફડી ઉઠ્યા, ખાનના ફિલ્મના પોસ્ટરની જે હાલત કરી તે….

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણને લઇને વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો. રોજ આ ફિલ્મને લઇને નવો નવો હંગામો જોવા મળી રહ્યો છે. ખાસ તો પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગને લઇને લોકો પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. આ વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પઠાણ વિરૂદ્ધ અમદાવાદના આલ્ફા વન મોલમાં ખૂબ હંગામો મચાવ્યો હતો.

મળેલી જાણકારી અનુસાર, 4 જાન્યુઆરીના રોજ અમદાવાદના વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં શાહરૂખ ખાનની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો. વિરોધ દરમિયાન શાહરૂખ સાથે સાથે તેના કો-સ્ટાર્સની તસવીરો પણ બાળવામાં આવી. એટલું જ નહિ કાર્યકર્તાઓએ એ પણ ધમકી આપી કે જો ફિલ્મ રીલિઝ થઇ તો તેઓ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશે. હંગામા દરમિયાન મોલમાં ઘણા લોકો હતા. રીપોર્ટનું માનીએ તો પોલિસ મોલમાં લાગેલા CCTV ફુટેજ ચેક કરી રહી છે.

તે આધાર પર આ મામલાની તપાસ આગળ વધારવામાં આવશે. જો કે, પઠાણને લઇને આ હંગામો હવે સામાન્ય થઇ ગયો છે. આ પહેલા પણ વિરોધીઓએ રસ્તા પર ઉતરી દેશના અલગ અલગ ભાગમાં શાહરૂખ અને દીપિકા સહિત પઠાણ સાથે જોડાયેલ લોકોના પૂતળા બાળ્યા હતા. પઠાણને લઇને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે, પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાએ બિકી પહેરી બોલ્ડ એક્ટ્સ બતાવ્યા છે અને દીપિકાએ કેટલાક સીનમાં ભગવા રંગની બિકી પહેરી છે. જેને લઇને આ બધો વિવાદ શરૂ થયો છે. વિરોધીઓનું કહેવુ છે કે દીપિકાની આ રંગની બિકી પહેરવાને કારણ લોકોની ભાવનાઓ આહત થઇ છે. એવામાં તેની બિકીનો રંગ બદલવા માટે કહ્યુ છે. સાથે જ ધમકી પણ આપી છે કે, જો ફિલ્મમાં બદલાવ ન થયો તો આ ફિલ્મને રીલિઝ કરવામાં દેવામાં નહિ આવે.

Shah Jina