મહિલા પોલીસકર્મી આરતીબેને ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો મામલો સામે આવ્યો છે જેમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આરતીબેન એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમણે એસઆરપી ક્વાટર્સમાં ગળેફાંસો ખાધો હતો. હાલ તો એવું સામે આવ્યુ છે કે તેમણે પારિવારિક ઝધડામાં આપઘાત કર્યો છે. પરંતુ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા પોલિસકર્મીએ કોઇ સુસાઈડ નોટ લખી છે કે નહીં તે હાલ સામે આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એક પોલીસકર્મીના આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની ક્રૃષ્ણનગર સોસાયટીમાં કોન્સ્ટેબલ હિતેષ આલે આપઘાત કર્યો હતો. મૃતકને એસજી-2 ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતી રીંકલ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ રીંકલને અન્ય લોકો સાથે પણ સંબંધ હોવાથી હિતેષભાઇએ તેની સાથેના સંબંધો પૂરા કરી દીધા હતા. જો કે, રીંકલે હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપવાને કારણે હિતેષભાઇએ આપઘાત કર્યો હતો.