ગેરકાયદે અમેરિકા જવું પટેલ દંપતિને પડ્યુ ભારે, કિડનેપર્સે યુવકને નગ્ન કરીને માર્યા બ્લેડના ઘા, રડતો રડતો યુવક બોલ્યો- ભાઈ મુજે માર દેંગે પૈસા….

એજન્ટે દંપતીને USAને બદલે ઈરાન મોકલ્યું:અમદાવાદી યુવકને નગ્ન કરીને કિડનેપર્સે પીઠમાં બ્લેડના અસંખ્ય ઘા ઝીંકી ખંડણી માગી; રૂવાંટાં ઉભા કરતો વીડિયો સામે આવ્યો

ઘણા લોકોનું વિદેશ જવાનું સપનું હોય છે. આજકાલ તો પાછુ લોકોને વિદેશ જઇ કમાવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા લોકો કાયદેસર રીતે તો ઘણા લોકો ગમે તેમ કરી એટલે કે ગેરકાયદે પણ બસ વિદેશ પહોંચવા માગતા હોય છે. જો કે, હાલમાં એક પટેલ દંપતિને ગેરકાયદે અમેરિકા જવું ભારે પડ્યુ છે. અમદાવાદથી એક દંપત્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા પણ અમેરિકા પહોંચ્યા પહેલા જ ઈરાનમાં તેમનું અપહરણ થઈ ગયું અને યુવકને કિડનેપર્સ દ્વારા ખૂબ જ ટોર્ચર કરવામાં આવી રહ્યો છે.

આ ઘટના સામે આવ્યા બાદ તો લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા હતા. કિડનેપર્સે દંપતીના પરિવારને વીડિયો મોકલ્યા અને ખંડણી માંગી. જે વીડિયો પરિવારને મોકલવામાં આવ્યા તેમાંના કેટલાક વીડિયો મીડિયા પાસે પણ છે. જો કે, તે વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતુ. પણ વીડિયોમાં એક યુવકની બેક પર બ્લેડના અસંખ્ય ઘા જોઇ શકાય છે અને આ ઉપરાંત તે કણસતો પણ જોવા મળી રહ્યો છે.આ મામલે યુવકના પરિવારે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પીઆઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અમેરિકા જવાની ડીલ નક્કી થઇ પણ તેને 3થી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો અને પછી ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યુ કે તેઓ તપાસ કરી રહ્યા છે. નવા નરોડાના સંકેત પટેલનાં ભાઈ-ભાભી પંકજ પટેલ અને તેની પત્ની નિશા પટેલનું અમેરિકા જવાનું નક્કી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં નક્કી થયુ હતું. જો કે સંકેત પટેલના કહેવા મુજબ એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ નથી આપ્યો.

તસવીર સૌજન્ય : આઇએમ ગુજરાત

ફરિયાદીના ભાઇ-ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાયા અને પછી ત્યાંથી બીજા એજન્ટ મારફતે દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવું નક્કી થયુ હતુ પણ અમેરિકા પહોંચ્યા પહેલા જ દંપતિનું ઈરાનમાં અપહરણ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રૂપિયા ન પહોંચતાં અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો હોય તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે, હાલ તો પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

યુવકના એક વીડિયોમાં તેને અંડરવેયરમાં ઊભો રાખી અપહરણકર્તા બોલાવડાવે છે કે જલ્દી પૈસા મોકલો નહીંતર હવે આ લોકો મારા અને મારી પત્નીના કપડાં વગરના વિડીયો બનાવવાનું શરૂ કરી દેશે. જો કે, આવી એક-બે નહિ પણ આઠેક જેટલી ક્લીપ છે. જેમાં પીડિત રોશન નામના કોઈ વ્યક્તિને કહે છે કે મારા ભાઈને કહે કે મારો ફોન ઉપાડે, ડાયરેક્ટ પેમેન્ટ કરાવી દે તો જ અમને અહીંથી જીવતા નીકળવા દેશે. આ ઉપરાંત જલ્દી પૈસા મોકલી દો જેથી અમને અહીંથી છોડે, ભાઇ મને મારી નાખશે આવું પીડિત યુવક વીડિયોમાં કહી રહ્યો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાની ઘેલછામાં ગાંધીનગરના ડિંગુચાનો પરિવાર તેમજ મહેસાણાના વિજાપુરના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મોતને ભેટ્યો હતો. આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે, તેમ છત્તા પણ હજુ ગુજરાતીઓનો અમેરિકાનો કે વિદેશનો મોહ નથી છૂટતો.

Shah Jina