હવે લોકોમાં અભ્યાસ પ્રત્યે ઘણી જાગૃતિ જોવા મળી રહી છે અને પરિવાર પણ સાથ આપી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક કિસ્સો સામે આવ્યો, જ્યાં લગ્નની વિધિ બાદ કન્યા પરીક્ષા કેન્દ્ર પહોંચી અને પરીક્ષા કેન્દ્ર પર લાલ ડ્રેસમાં કન્યાને જોઈને બધા ચોંકી ગયા. વાસ્તવમાં, દુલ્હનના આગલી રાતે જ લગ્ન થયા હતા અને વિદાય થાય તે પહેલા તે પરીક્ષા આપવા પહોંચી હતી.
વરરાજાએ પણ દુલ્હનના નિર્ણયને સમર્થન આપ્યું અને જાનૈયાઓ સાથે કલાકો સુધી રાહ જોઈ .આ મામલો મધ્યપ્રદેશના સતના જિલ્લાના વિરાટ નગર કોલોનીનો છે. છીંદા નિવાસી સત્યનારાયણના પુત્ર અભિષેકના લગ્ન 10 મેના રોજ મારુતિ નગરની રહેવાસી શિવાની સાથે થયા હતા. લગ્નની વિધિ મારુતિ નગરના મેરેજ ગાર્ડનમાં થઈ હતી. લગ્નની તમામ વિધિ સવારે 7 વાગે પૂરી થઈ હતી. આ પછી બપોરે 2 વાગ્યે વિદાય થવાની હતી.
પરંતુ વરરાજા, તેના પરિવારના સભ્યો અને કેટલાક જાનૈયાઓ સાથે દુલ્હનની રાહ જોતો રહ્યો. લગ્નની વિધિઓ પૂરી થતાં જ શિવાની મંડપમાંથી પરીક્ષા આપવા પહોંચી હતી. તેણે MP Trade Class 2ની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. પરીક્ષા 11 મેના રોજ સવારે 8 વાગ્યે હતી. તે લગ્નની વિધિ પૂર્ણ કરી સીધી પરીક્ષા કેન્દ્ર પર ગઇ અને 12:30 વાગ્યે પરિક્ષા આપીને પરત આવી. ત્યારબાદ વિદાયની તૈયારીઓ શરૂ થઈ. ત્યાં સુધી વરરાજા કન્યાની રાહ જોતો રહ્યો.