કોરોના કાળમાં બંધ થયેલી સ્કૂલો છેક દોઢ વર્ષ બાદ ખુલતા બાપની ખુશી જોઈને તમે હરખાઈ જશો, વાજતે ગાજતે નોટો ઉડાવીને દીકરાને કર્યો વિદાય

આખી દુનિયાની અંદર કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો, જેના બાદ બેપર ધંધા રોજગાર અને અહીંયા સુધી કે શાળાઓ અને કોલેજો પણ બંધ કરવાની ફરજ પડી હતી, કોરોનાના કપરા કાળની અંદર ઓફિસોનું કામ પણ હવે ઘરે બેઠા જ થવા લાગ્યું ત્યારે શાળાઓનું શિક્ષણ કાર્ય પણ ઘરે બેઠા જ ઓનલાઇન થવા લાગ્યું હતું.

કોરોનાની પહેલી અને બીજી બંને લહેર ખુબ જ ઘાતક રહી. બીજી લહેરમાં કેટલાક એકમો તો ખુલી ગયા પરંતુ કોરોનાનું જોખમ સૌથી વધુ બાળકોમાં હોવાના કારણે શાળા કોલેજો હજુ પણ બંધ રાખવામાં આવી હતી, જેના બાદ હવે છેક દોઢ વર્ષ બાદ શાળાઓ શરૂ થઇ છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ઘરની અંદર બેઠેલા બાળકને શાળાએ મોકલતા પહેલા એક બાપની ખુશીનો વીડિયો સામે આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ આ બાપની ખુશીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે દોઢ વર્ષ બાદ શાળા ખુલવાના કારણે શાળાએ જઈ રહેલા દીકરાને તેના પિતા વાજતે ગાજતે શાળાએ મોકલી રહ્યો છે. વાયલર વીડિયોની અંદર જોઈ શકાય છે કે દીકરાને શાળાએ મોકલતા પહેલા બાપ ઢોલક વાળાને બોલાવે છે અને નોટોનો વરસાદ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક બાળક હાથમાં દફ્તર લઇ અને સ્કૂલે જવા માટે નીકળે છે, ત્યારે તેના પિતા ઘરની બહાર નાચી રહ્યા છે અને ઢોલક વાળો ઢોલ વગાડી રહ્યો છે, સાથે જ દીકરાના સ્કૂલે જવાની ખુશીમાં તે ચલણી નોટો પણ ઉડાવી રહ્યો છે. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel