BIG NEWS: ભારતીય ગૃહમંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો માટે મોટો નિર્ણય, અમિત શાહ આવ્યા એક્શનમાં

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર રાજ કરી લેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના લોકો હવે દેશ છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ઘણા લોકો દેશ છોડવાના ચક્કરમાં પ્લેન ઉપર પણ બસની જેમ લટકીને જતા જોવા મળી રહ્યા છે, જેના ઘણા વીડિયો કાલે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા, હવે આ બાતે ભારત સરકાર પણ એક્શનમાં આવી છે અને ગૃહ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના તાજા ઘટનાક્રમને જોતા ગૃહ મંત્રાલય દ્વારા વિઝા પ્રાવધાનોમાં મોટા બદલાવ કર્યા છે. સરકાર દ્વારા ભારતમાં પ્રવેશ કરવા માટે વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી “e-Emergency X-Misc Visa” શરૂ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “e-Emergency X-Misc Visa” નામના ઇલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી તૈયાર કરવામાં આવી છે જે ભારતમાં પ્રેવશ માટે વિઝા આવેદનની પ્રોસેસને ઝડપી કરશે.”


વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા જણાવવામાં વ્યુ કે કાબૂલમાં તાલિબાન રાજ થયા બાદ ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપર ખુબ જ નજીકથી નજર રાખી રહ્યા છે.તેમને પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, “અમે કાબુલની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. અમે ભારત પરત ફરવા વાળા લોકોની ચિંતાને સમજીએ છીએ. હાલમાં એરપોર્ટનું સંચાલન મુખ્ય ચુનોતી છે. આ સંબંધમાં અમે ભાગીદારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ.”

Niraj Patel