હિંડન એરબેસ પર દિલને સ્પર્શી જાય તેવો નજારો, ભારત આવતા જ ભાઇને ખુશીથી ચૂમી ઉઠી બહેન

અફઘાનિસ્તાનથી આવી દિલને સ્પર્શી જાય તેવી તસવીરો

ભારતીય વાયુસેનાની વિશેષ ઉડાન C-17થી આજે કાબુલથી ગાઝિયાબાદના હિંડન એરબેસ પર 168 લોકોમાંથી 107 ભારતીય નાગરિકો અને બે અફઘાની સીનેટરો સહિત બે નવજાત શિશુ પણ સાામેલ છે. એનએનઆઇ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યુ છે કે, નવજાત તેની માતાના ખોળામાં છે જયારે એક બાળકી ખુશીથી તે બાળકને વારંવાર ચૂમી રહે છે. વીડિયોમાં જોતા  એવું પ્રતીત થઇ રહ્યુ છે કે બંને બાળકો નવી જગ્યા, નવો નઝારો અને સાઉંડથી હતપ્રભ છે.

જયારે વિમાન હિંડન એરબેસ પર લૈંડ કર્યુ તો ત્યાં પોતાના પરિવારની રાહ જોઇ રહેલા લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. અફઘાનિસ્તાનથી આવેલ લોકોએ હાલાતની હકિકત જણાવી. વાયુસેનાની ઉડાન લૈંડ કર્યાના કેટલાક કલાક પહેલા ત્રણ અન્ય- એર ઇંડિયા, ઇંડિગો અને વિસ્તારા દ્વારા સંચાલિત વિમાનોથી પણ લોકો અફઘાનિસ્તાનથી નીકળી નવી દિલ્લી લાવવામાં આવ્યા.

કાબુલમાં ફસાયેલ નાગરિકોને નીકાળવા માટે ભારતને એક બે દિવસમાં બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવામાં આવી છે. વીડિયોમાં મહિલાને છેલ્લા સાત દિવસોના ભાવનાત્મક અને શારિરીક તણાવ વિશે બોલતા પણ સાંભળી શકાય છે. જયારથી તાલિબાનના અધીન કાબુલ ચાલ્યુ ગયુ છે અને અફઘાનિસ્તાન પર તેનું પ્રભાવી નિયંત્રણ થઇ ગયુ છે ત્યારથી સ્થાનીય અને વિદેશી નાગરિકો વચ્ચે યુદ્ધની આશંકાથી દહેશત ફેલાઇ ગઇ છે અને લોકો ત્યાંથી ભાગી હવાઇ અડ્ડા પર પહોંચી રહ્યા છે.

વાયુસેનાની ફ્લાઇટમાં સવાર એક અફઘાની મહિલાએ એએનઆઇને જણાવ્યુ કે, તેના દેશમાં સ્થિતિ બગડતી જઇ રહી છે અને તાલિબાને તેના ઘરને બાળી દીધુ. મહિલાએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડી રહી છે, આ માટે હું મારી દીકરી અને બે પૌત્ર-પૌત્રીઓ સાથે અહીં આવી ગઇ. અમારા ભારતીય ભાઇ-બહેનો અમારા બચાવમાં આવ્યા.  અમારી મદદ કરવા માટે હું ભારતનો આભાર માનુ છુ.

15 ઓગસ્ટના રોજ તાલિબાન દ્વારા અફઘાન રાજધાની પર કબ્જો કર્યા બાદ હામિદ કરજઇ આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાના સંચાલનને નિયંત્રિત કરવા વાળા અમેરિકી અને ઉત્તરી એટલાંટિકા સંધિ સંગઠન બળો દ્વારા અનુમતિ આપવામાં આવી છે. તેમના દ્વારા કુલ 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી છે કારણ કે તે વર્તમાનમાં નાગરિકો હથિયારો અને ઉપકરણોને નીકાળવા પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છે.

Shah Jina