ઘણા લોકો વિમાનમાં બેસવાના સપના જોતા હોય છે ત્યારે ઘણા લોકો ડરના માર્યા નથી બેસતા તો ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે વિમાનમાં બેસવાની મજા નથી માણી શકતા, પરંતુ આ દરમિયાન જ એક વ્યક્તિને વિમાનમાં ના બેસવા ઉપર તેને જે કર્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ વ્યક્તિ છે રાંચીથી 30 કિલોમીટર દૂર આવેલા અનગડા પ્રખંડના મહેશપુર ગામનો રહેવાવાળો જાકીર ખાન. જેને વિમાનમાં ના બેસી શકવાના કારણે પોતાના ઘરની છત ઉપર જ વિમાનનું મોડલ બનાવી દીધું. જેના કારણે તેના ગામને હવે હવાઈ જહાજ નગરના નામથી જાણવામાં આવે છે. જાકીર ખાન દ્વારા તેનું નામ ઈન્ડિગો રાખવામાં આવ્યું છે.
ખાસ વાત તો એ છે કે આ વિમાનની ડિઝાઇન જાકીર ખાને પોતાની જાતે જ તૈયાર કરી છે. ગામના કારીગરો પાસે મોડલ બનાવ્યું અને ત્રણ મહિનામાં તેને પોતાની છત ઉપર બનાવી દીધું. આ હવાઈ જહાજને બનાવવામાં તેને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
જાકીર ખાનનું કહેવું છે કે તેના ગામમાં આવનારા લોકો ભટકી જતા હતા, પરંતુ હવે એવું નહિ થાય. તેના ગામને એક નવી ઓળખ મળી ગઈ છે. સાથે જ તેના પૌત્ર-પૌત્રીઓને વિમાનના રમકડાં લાવવામાંથી પણ છુટકારો મળી ગયો છે.
જાકીર દ્વારા પોતાના ઘર ઉપર લગાવવામાં આવેલા આ હવાઈ જહાજને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ગામના લોકો પણ તેના આ કામથી ખુશ છે. તેમને કયારેય વિમાનની સફર નથી કરી પરંતુ આ મોડલમાં બેસીને તે વિમાનનો આનંદ ઉઠાવી રહ્યા છે.