ડ્રગ્સ નહીં, પણ આ રીતે થયુ મારા ફ્રેન્ડનું મોતઃ સૌથી મોટો ખુલાસો

Aditya’s friend Angry on Drug Overdose news : ટીવી એક્ટર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂતના રહસ્યમય મોતને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આદિત્યનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું છે. પરંતુ આદિત્યના મિત્રએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને આવા સમાચાર ફેલાવનારાઓની પણ નિંદા કરી હતી. આદિત્ય સિંહ રાજપૂતની નજીકની મિત્ર સુબુહી જોશીએ ડ્રગ્સના ઓવરડોઝને નકારી હકિકત જણાવી છે.

તેણે દાવો કર્યો છે કે આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાને કારણે થયું છે અને અભિનેતાના માથા પર ઈજાના નિશાન પણ હતા. 32 વર્ષીય આદિત્ય સિંહ રાજપૂતનું 22 મેના રોજ મોત થયું હતું. તે તેના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના આ રહસ્યમય મૃત્યુથી બધા ચોંકી ગયા છે. ચર્ચાઓ એવી થઇ હતી કે અભિનેતાનું મોત ડ્રગના ઓવરડોઝને કારણે થયું હોઈ શકે છે. પણ જ્યારે સુબુહી જોશીએ આવા સમાચાર જોયા તો તે ગુસ્સે થઈ ગઈ અને તેણે આદિત્યના મોતની હકિકત જણાવી.

સુબુહી જોશીએ આજ તકને જણાવ્યું કે 22 મેના રોજ આદિત્યનું અવસાન થયું તે દિવસે શું થયું હતું. સુબુહી જોશીએ જણાવ્યું કે 22મીએ સવારે 11 વાગ્યે આદિત્ય સાથે વાત થઈ હતી. બંને દિવસમાં 10 વખત વાત કરતા હતા. સુબુહીના જણાવ્યા મુજબ, તેને આદિત્યના શબ્દોથી એવી નહોતુ લાગ્યુ કે તે બિમાર છે કે તેને કોઈ સમસ્યા છે અથવા તે નાખુશ છે. સુબુહી જોશીના જણાવ્યા અનુસાર, આદિત્ય સિંહ રાજપૂતના હાઉસ હેલ્પરે તેને કહ્યું કે અભિનેતાને એસિડિટીની સમસ્યા છે.

આ પછી તે બાથરૂમમાં ગયો અને એટલામાં બાથરૂમમાંથી જોરથી પડવાનો અવાજ આવ્યો. હાઉસ હેલ્પર દોડી આવ્યો ત્યારે આદિત્ય જમીન પર પડેલો હતો. તેણે તરત જ સુબુહી જોશીને ફોન કર્યો. સુબુહી આદિત્ય સિંહ રાજપૂતના ઘરથી બે-ત્રણ મિનિટના જ અંતરે રહે છે. તે તરત જ દોડી આવી અને આ દરમિયાન સુબુહીએ આદિત્યને બાથરૂમમાં પડેલો જોયો. તેના માથા પર ઈજાના નિશાન હતા. સુબુહીના કહેવા પ્રમાણે, બાથરૂમમાં જ્યાં આદિત્ય પડ્યો હતો તે ટાઇલ્સમાં તિરાડો હતી.

આદિત્યના પડવાનો અવાજ ખૂબ જ જોરદાર હતો. સુબુહી જોશીએ એમ પણ કહ્યું કે આદિત્ય સિંહ રાજપૂતને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નથી. આ સમાચાર તદ્દન ખોટા છે. આદિત્યના પડી ગયા પછી તરત જ બિલ્ડિંગની નીચે રહેતા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને ECG કર્યું. ત્યારે તેમણે કહ્યું કે આદિત્યનું મૃત્યુ પડી જવાને કારણે થયું છે. ત્યારબાદ સુબુહી જોશીએ પોલીસને ફોન કર્યો.

Shah Jina