કુંવારી હતી અને ત્યાં જ મમ્મી બની ગઈ આ 7 હીરોઇનો
કોઇએ સાચુ જ કહ્યુ છે કે, પ્રેમમાં માણસ જાતિ, રંગ, રૂપ નથી જોતો. પ્રેમ જેને થાય છે તેને બસ થઇ જ જાય છે. હા એવું હોય છે કે, જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની સાથે તમે લગ્ન કરો છો. પ્રેમ માટે લગ્નની જરૂરત નથી હતી. આવા જ કેટલાક સ્ટાર્સ છે જેમણે પ્રેમ કર્યો અને સાથે રહે છે. તેમની પ્રેમની નિશાની પણ આ દુનિયામાં આવી ગઇ છે.
તો આજે તમે જાણો કે, એવા કયા સ્ટાર્સ છે જેમણે પ્રેમ કર્યો અને લગ્ન પહેલા જ તેઓના બાળકો પણ આવી ગયા. તો જાણો તે અભિનેત્રીઓ વિશે જે લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ અને બાળકને જન્મ આપ્યો..
1.કલ્કિ કોચલીન
બોલિવુડ અભિનેત્રી કલ્કિ કોચલીન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં માતા બની હતી. તે ઇઝરાયલી ક્લાસિકલ પિયાનિસ્ટ બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે ઘણા સમયથી રિલેશનમાં છે અને તેઓ એક દીકરીના પેરેન્ટ્સ પણ બની ગયા છે. તમને જણાવી દઇએ કે, કલ્કિએ તેના બોયફ્રેન્ડ સાથે હજી લગ્ન કર્યા નથી.
2.એમી જેકશન
બોલિવુડ અને સાઉથ ફિલ્મોમાં જોવા મળેલ અભિનેત્રી એમી જેકશને તેના એક બાળકને જન્મ આપ્યો છે. તેેણે તેની પ્રેગ્નેંસીનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો હતો. એમી તેના બોયફ્રેન્ડ જોર્જ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે.
3.ગેબ્રિએલા
બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ હતી. તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. અર્જુન અને ગેબ્રિએલાના દીકરાનું નામ અરિક રામપાલ છે. બંને અવાર-નવાર દીકરા સાથે તસવીર શેર કરતા રહેતા હોય છે. તમને જણાવી દઇએ કે, તે બંનેએ પણ હજી સુધી લગ્ન કર્યા નથી.
4.નીના ગુપ્તા
અભિનેત્રી નીના ગુપ્તા વિશે કહેવામાં આવે છે કે, તે લગ્ન પહેલા જ માતા બની ગયા હતા. લગ્ન પહેલા તેમણે મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. મસાબા ગૃુપ્તા એક ભારતીય ફેશન ડિઝાઇનર છે. મસાબા નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સની દીકરી છે.
5.સારિકા
મશહૂર અભિનેત્રી સારિકા પણ લગ્ન પહેલા જ માતા બની ચૂક્યા હતા. સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા પહેલા જ દીકરી શ્રુતિ અને અક્ષરા હાસનને જન્મ આપ્યો હતો.
6.ઇશા શરવાની
ઇશા શરવાનીનો એક દીકરો છે. તે એક સિંગલ માતા છે. આવાર-નવાર તે સોશિયલ મીડિયા પર દીકરા સાથે તસવીર શેર કરતા હોય છે. ઇશાનો લુક ઘણો બદલાઇ ચૂક્યો છે.
7.માહી ગિલ
માહી ગિલે ગયા વર્ષે જ ખુલાસો કર્યો હતો કે તે એક બાળકની માતા છે. તે ઘણા સમય સુધી લિવઇન રિલેશનમાં રહી હતી. તેની દીકરીનું નામ વેરોનિકા છે. તેને હજી સુધી લગ્ન કર્યા નથી.